તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેકોર્ડ:8 વર્ષની બાળકીએ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડસમાં રેકોર્ડ બનાવ્યો

ગાંધીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગૂગલ ગર્લ ઓફ ગાંધીનગર-કવિતા ક્વીન તરીકે જાણીતી છે
  • કામખ્યાએ 17 સેકન્ડમાં ભારતના રાજ્ય અને તેની રાજધાનીઓ જણાવી

ગૂગલ ગર્લ ઓફ ગાંધીનગર તેમજ કવિતા ક્વીન તરીકે જાણીતી માત્ર 8 વર્ષની બાળકી કામખ્યા રાઠીએ ફરી એક વખત ગાંધીનગરને ગૌરવ અપાવ્યું છે. કામખ્યા રાઠીએ સૌથી ઓછા સમયમાં ભારતના રાજ્ય તેમજ તેની રાજધાનીઓ જણાવી ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડસમાં રેકોર્ડ બનાવ્યો છે.

કામખ્યાએ આ રેકોર્ડ માત્ર 17 સેકન્ડમાં જ બનાવ્યો છે. એટલું જ નહીં આ સિવાય આ બાળકીએ અન્ય એક રેકોર્ડ બનાવવા માટેની પણ ઓફર કરી છે. જેમાં તેને 12 સેકન્ડમાં જ દશાંશ પછીની 100 અંકોની સંખ્યા જણાવવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત તે માત્ર 2 મિનિટની અંદર 170 થી વધુ દેશ અને તેની રાજધાનીઓ પણ જણાવી શકે છે.કામખ્યાને 100 થી વધુ કવિતાઓ યાદ છે, અને એવું લાગે છે કે, જાણે એક જ શ્વાસે આ બધી કવિતાઓ એક સાથે ગાઈ લશે. અઢી વર્ષની ઉંમરમાં આ બાળકી ગુજરાત તેમજ દેશની તમામ અખબારોમાં અને ટીવી ચેનલો પર આવી ચૂંકી છે. આ સિવાય તેને અનેક સ્ટેજ શો પણ કર્યા છે. મૂળ સાંચોર જિલ્લાની જાલોર રાજસ્થાનની આ બાળકી હાલમાં ગાંધીનગરમાં કેન્દ્રીય વિદ્યાલય નંબર- 1 સેક્ટર30 માં ધોરણ 4માં અભ્યાસ કરે છે. તેના પિતા એરફોર્સમાં ફરજ બજાવે છે, જ્યારે તેની માતા વાવોલમાં અલ્મા મેટર પ્રિસ્કુલ નામની એક પ્રિસ્કુલ ચલાવે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો