તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:‘ભારતના 5 પ્રકલ્પ’ કાર્યક્રમ દેશના વિકાસ માટે યુવાનોને પ્રેરિત કરવાનો અવસર

ગાંધીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શ્રેષ્ઠ ભારતના 5 પ્રકલ્પકાર્યક્રમનો આરંભ કરાવતા રાજ્યપાલ
  • આ યોજનાથી દરેકને સહભાગી થવા યુવાનો પ્રેરણા પૂરી પાડશે

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આઝાદીના “અમૃત મહોત્સવ’ પ્રસંગે યુવાશક્તિના યોગદાનથી રાષ્ટ્રના વિકાસને નવી ઊંચાઈએ લઈ જવાના ઉદ્દેશથી શિક્ષણ વિભાગે અમલમાં મૂકેલા “અમૃત મહોત્સવ પર યુવા સંકલ્પ : શ્રેષ્ઠ ભારતના પાંચ પ્રકલ્પ’ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ક્રાંતિવીરોના જીવન-કવન દ્વારા લોકો પ્રેરણા લે તેવા પ્રયાસો હાથ ધરીને તેમજ આઝાદ ભારતના સર્વાંગી વિકાસ માટે યોગદાન આપનારા દેશ નાયકોના કર્તૃત્વથી જન-જનને પ્રેરિત કરવા યુનિવર્સિટી-કૉલેજના યુવા વિદ્યાર્થીઓ આ અભિયાનમાં જોડાઈને ગામેગામ રાષ્ટ્ર પ્રેમની ચેતના જાગૃત કરવા પ્રવૃત્ત થશે.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે અમલમાં મૂકાયેલી “અમૃત મહોત્સવ પર યુવા સંકલ્પ : શ્રેષ્ઠ ભારતના પાંચ પ્રકલ્પ” યોજના અંતર્ગત કોરોના સંક્રમણને અટકાવવા અને સો ટકા રસીકરણ પ્રત્યે જનજાગૃતિ કેળવવા, પર્યાવરણ, સ્વચ્છતા અને જળ સંચય-સંરક્ષણ, ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ, નશામુક્તિ અને કુરિવાજોથી મુક્તિ તેમજ ફિટ ઈન્ડિયા જેવા પાંચ પ્રકલ્પો દ્વારા યુનિવર્સિટી-કૉલેજોના યુવા વિદ્યાર્થીઓની ટીમ, સંલગ્ન વિસ્તારના દસ-દસ ગામમાં જઈને જનજાગૃતિ દ્વારા રાષ્ટ્રના વિકાસમાં જનશક્તિને જોડાવા પ્રયાસો હાથ ધરશે.

આ પ્રસંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ યોજાનાને શ્રેષ્ઠ ભારત-સક્ષમ ભારત અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં પ્રત્યેક નાગરિકને સહભાગી થવાની પ્રેરણા આપતો કાર્યક્રમ ગણાવી આ રાષ્ટ્રકાર્ય માટે યુવા વિદ્યાર્થીઓને પ્રેરિત થવા આહ્વાન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...