આયોજન:પાટનગરમાં 38મી રથયાત્રા જૂના રૂટ ઉપર જ ફરશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રથયાત્રા સમિતિએ રૂટમાં કોઇ ફેરફારની આવશ્યકતાને નકારી, સૂચનો મોકલવા નહીં

જિલ્લામાં આગામી 1લી જુલાઇ અષાઢીબીજના દિવસે રથયાત્રા કાઢવામા આવશે. પરંતુ ચાલુ વર્ષે પણ નવા વિસ્તારના રહીશોને જૂના રૂટ ઉપર આવીને જ ભગવાનના દર્શન કરવા પડશે. નવો રૂટ શરૂ કરવા માટેના સૂચનો મોકલવાની પણ મનાઇ ફરમાવી દેવામા આવી છે.અષાઢી બીજના દિવસે સેક્ટર રથયાત્રા 22 પંચદેવ મંદિરથી ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામજી પાટનગરવાસીઓને દર્શન આપવા રથમા બેસીને નિકળશે. 2 વર્ષથી કોરોનાના કારણે રથયાત્રાનો રૂટ ટૂંકાવાયો હતો.

અનેક ભક્તો આશા રાખીને બેઠા હતા કે, ભગવાન દર્શન આપવા નિકળે, પરંતુ તેવુ શક્ય બન્યુ ન હતુ અને માત્ર મંદિર પરિસરમાં જ ભગવાનના રથને ફેરવવામા આવ્યો હતો. ચાલુ વર્ષે 38મી રથયાત્રા કાઢવામા આવશે. જે રથયાત્રા પરંપરાગત રૂટ ઉપર જ ફેરવવામા આવશે. નવા કોઇ રૂટમા વધારો કરાયો નથી. રથ પ્રસ્થાન સેક્ટર 22 પંચદેવ મંદિર, મોસાળુ સેક્ટર 29 જલારામ મંદિર અને સાંજે 7 વાગે નીજ મંદિર પરત રથ આવશે.

પરંતુ રથયાત્રાના રૂટમા ચાલુ વર્ષે પણ ફેરફાર કરવામા આવ્યો નથી. તે ઉપરાંત રૂટ વધારવા અને ફેરફાર કરવાના સુચનોની રજૂઆતો ન કરવા રથયાત્રા સમિતિ દ્વારા વિનંતી કરવામા આવી છે. ઉલ્લેખનિય છેકે, પાટનગરમા બે વર્ષ બાદ પરંપરાગત રૂટ ઉપર ભગવાન દર્શન આપવા નિકળશે. જેના કારણે ભક્તોમા પણ ખૂશી જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...