તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આધુનિકીકરણ:17 કરોડથી વધુ રૂપિયાના ખર્ચે 38 વર્ષ જૂના ટાઉન હોલનું રિનોવેશન કરવામાં આવશે

ગાંધીનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
સેક્ટર-17 ખાતે ટાઉનહોલના નવીનીકરણની કામગીરીનો આરંભ. - Divya Bhaskar
સેક્ટર-17 ખાતે ટાઉનહોલના નવીનીકરણની કામગીરીનો આરંભ.
  • સ્ટેજની પાછળ એલઈડી વોલ તેમજ રીહર્સલ માટે અલગ સ્ટેજ બનશે

ગાંધીનગરમાં 17 ફેબ્રુઆરી, 1983એ બંધાયેલા ટાઉન હોલનું 38 વર્ષ બાદ રૂ. 17.12 કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે. મુખ્યત્વે સાઉન્ડ સિસ્ટમ, એસી, ઈલેક્ટ્રિક કામ, સાઉન્ડ પ્રૂફ અને સ્ટ્રક્ચર ડિફેક્ટ, બેઠક વ્યવસ્થામાં તકલીફ પડતી હતી, જેને પગલે હવે તેનું નવીનીકરણ કરવામાં આવશે. નવીનીકરણમાં સ્ટેજનું પણ આધુનિકીકરણ કરાશે, જેમાં સ્ટેજની પાછળ એલઈડી વૉલ અને 2 હાઈ ડેફીનેશન પ્રોજેક્ટર મુકાશે.

આ સાથે રીર્હસલ માટે પણ અલગથી સ્ટેજ બનાવાશે. ટાઉન હોલમાં જૂના ગ્રીન રૂમનું નવીનીકરણ, નવો વીઆઇપી સ્યુટ રૂમ અને લિફ્ટની સુવિધા ઊભી કરાશે. જનરલ તથા વીઆઇપી એમ અલગ-અલગ પ્રવેશદ્વાર અને પાર્કિંગની પણ અલગ સુવિધા ઊભી કરાશે. નવીનીકરણમાં આધુનિક ફાયર અલાર્મ અને સિસ્ટમ ઊભી કરાશે. ઉપરાંત, નવી સાઉન્ડપ્રૂફ સિસ્ટમ તથા છતના ભાગે નવી ડેકોરેટિવ ફોલ્સ સિલિંગ ઊભી કરાશે. પ્રવેશદ્વારના ફોયરમાં 2 મોટાં શિલ્પ તથા 2 ટિકિટ કાઉન્ટર બનશે, સાથે પ્રદર્શન માટે વ્યવસ્થા ઊભી કરાશે. નવો એસી પ્લાન્ટ તથા નવો ચીલર રૂમ, ઈલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર અને નવું સબ સ્ટેશન, લેટેસ્ટ સાઉન્ડ સિસ્ટમ, 1 વીઆઈપી તથા એક જનરલ લિફ્ટ બનાવશે. જૂની બેઠક વ્યવસ્થા સાંકડી હતી, જેમાં હવે ખુરશીઓની પહોળાઈ, ઊંડાઈ, ટીલ્ટ-અપ સિસ્ટમ, લેગસ્પેસ તથા અવરજવરની જગ્યા વધારાશે. આરામદાયક બેઠક વ્યવસ્થા ઊભી કરવા માટે 70 સીટ ઘટશે, જેમાં હાલની 1100 બેઠક વ્યવસ્થા સામે 1030 સીટ થશે.

અન્ય સમાચારો પણ છે...