ગાંધીનગરના ચીલોડા ખાતે આવેલ ઓમ લેન્ડ સ્કૂલનાં પ્રિન્સિપાલ એક સપ્તાહ અગાઉ ઘરેથી ડભોડા હનુમાનજી મંદિરે દર્શન કરવાનું કહીને નીકળ્યા પછી આજે આઠ દિવસ બાદ સામેથી પોલીસ સ્ટેશનમાં હાજર થઈ જતા પોલીસે પૂછપરછ હાથ ધરી છે. એક સપ્તાહથી પત્નીનો કયાંય પત્તો નહીં લાગતાં પતિએ ચીલોડા પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ દાખલ કરાવી હતી.
ગાંધીનગરના ચીલોડાની ઓમ લેન્ડ માર્ક સ્કૂલની પ્રિન્સિપાલ રહસ્ય રીતે એક સપ્તાહથી અચાનક ગુમ થતાં અનેક તર્ક વિતર્કો ઉભા થયા હતા. આ અંગે ચીલોડા પોલીસ મથકના એએસઆઇ કાંતિભાઈ રાવળે જણાવ્યું હતું કે, મૂળ ડુંગરપુરનાં ગામડા ગામના વતની રિશીરાજસિંહ ચૌહાણ હાલમાં ગાંધીનગરના પાલજ ગામ બાલાજી ઓએસીસ ફ્લેટ નંબર 101 માં રહે છે.જેમના પરિવારમાં 30 વર્ષીય પત્ની અર્પિતા અને બે નાના દીકરા છે. જેમાં એક દીકરો છ વર્ષ અને બીજો દીકરી આશરે સાડા ત્રણ વર્ષનો છે. જ્યારે રિશીરાજસિંહ ગુજરાત ટુરીઝમમાં ગાઈડ તરીકે નોકરી કરે છે. જેમનું કામ વિદેશીથી આવતાં ટુરિસ્ટને ગાઈડ કરવાનું છે. જ્યારે તેમની પત્ની અર્પિતા ચીલોડાની ઓમ લેન્ડ માર્ક સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે નોકરી કરતાં હતાં.
ગત તારીખ 31 મી ડિસેમ્બરની સવારના સમયે અર્પિતાબેન ઘરેથી ડભોડા હનુમાનજી મંદિરે દર્શન કરવાનું કહીને નીકળ્યા હતા. જેઓ મોડે સુધી ઘરે પરત નહીં ફરતા પતિ રિશીરાજસિંહે શોધખોળ શરૂ કરી હતી. પરંતુ મોડી રાત સુધી પણ અર્પીતાબેન ઘરે પરત ફર્યા ન હતા. જેનાં પગલે નજીકના પરિચિત તેમજ સ્કૂલ પ્રશાસનને પણ અર્પિતાબેન વિશે પૂછતાંછ કરવામાં આવી હતી. પરંતુ રહસ્યમય ગુમ થયેલા અર્પિતાબેનનો છેલ્લા એક સપ્તાહથી ક્યાંય પત્તો લાગ્યો ન હતો.. જેનાં કારણે બંને બાળકો પણ માં વિના વલોપાત કરી રહ્યા હતા. આખરે રિશીરાજે પત્ની ગુમ થયાની જાણવા જોગ અરજી આપતા ચીલોડા પોલીસ દ્વારા આસપાસના વિસ્તારો, ઓમ લેન્ડ માર્ક સ્કૂલ સહિતના સ્થળોએ અર્પિતાબેનની શોધખોળ કરવામાં આવી હતી.
આ અંગે એ.એસ.આઈ કાંતિભાઈએ જણાવ્યું છે કે, છેલ્લા સપ્તાહથી અમે અર્પિતાની શોધખોળ કરતા હતા. આજે બપોર પછી અચાનક જ અર્પિતા પોલીસ મથકે સામેથી હાજર થઈ ગયા છે. જેની પ્રાથમિક પૂછપરછમાં અર્પિતા સારંગપુરનાં હનુમાન ગયા હતા. તો વળી સુરતમાં સગાના ત્યાં રહેતી હોવાનું પણ કહી રહી છે. તો પતિ સાથે ઝગડો થયો હોવાનું પણ કહી રહી છે. હાલ અમે પૂછતાંછ કરી રહ્યા છે. જેનું નિવેદન લીધા પછી કયા સંજોગોમાં ગૃહ ત્યાગ કર્યો હતો એની સઘળી હકીકત બહાર આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.