પ્રાંતિયા ગામના માલધારીએ ત્રણ વ્યાજખોર પાસેથી નાંણા લીધા બાદ પરત કરી દીધા હોવા છતા ત્રાસ આપતા 3 વ્યાજખોર સામે ડભોડા પોલીસ મથકમા ગુનો નોંધાવ્યો હતો. નાણાં ચૂકતે કરવામા પોતાની ઓફિસ અને કાર આપી દીધા બાદ પણ ચેક પરત નહિ કરતા ન હતા. જેને લઇને એક ચીઠ્ઠી લખીને માલધારી ઘરેથી નિકળી ગયો છે.
ત્યારબાદ ત્રણેય વ્યાજખોર ભુગર્ભમા ઉતરી ગયા છે.પ્રાંતિયા રહેતા આશાબેન દેસાઇએ પોતાના પતિ અનિલભાઇ ઘરે ચીઠ્ઠી લખીને જતા રહ્યા બાદ ડભોડા પોલીસ મથકમા 3 વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી હતી. જેમા ગાંધીનગરના ઇસનપુરના રબારી વિષ્ણુભાઇ રઘુભાઇ, ચેખલાપગીના રબારી કાનજીભાઇ વાલજીભાઇ અને દહેગામના લવાડના રબારી રામાભાઇ મહાદેવભાઇને તેમના પતિ દ્વારા નાણાં ચૂક્તે કરવા ચિલોડામા આવેલી ઓફિસ અને કાર આપી દીધા બાદ પણ ચેક પરત કર્યા ન હતા.
ચબીજા ચેક રાજકોટથી ભરીશુ અને ત્યાં લાંબો કરીશુ. તેવી ધમકી આપ્યા બાદ માલધારી પરેશાન થઇ ગયો હતો અને આબરૂ જવાના ડરથી ઘરે ચીઠ્ઠી લખીને જતા રહ્યા બાદ વ્યાજખોરો પોલીસના ડરથી ભૂગર્ભમા ઉતરી ગયા છે. પોલીસ દ્વારા આરોપીઓની તપાસ કરવામા આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.