તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:ગાંધીનગરમાં 1200 બેડની હોસ્પિટલ એક્ઝિબિશન સેન્ટરે નહીં હવે મહાત્મા મંદિરે બનશે

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ટ્રેનેજ, એસી અને ડોમની છત સહિતની સમસ્યાઓને પગલે DRDO અને કોર્પોરેશનના અધિકારીઓએ સ્થળમાં ફેરફાર કર્યો
  • હોસ્પિટલ 20 દિવસમાં બને તેવી શક્યતા છે

ગાંધીનગરમાં સેક્ટર-17 એક્ઝિબિશન સેન્ટર ખાતે 1200 બેડની હોસ્પિટલનો પ્લાન પડતો મુકાઈને હવે મહાત્મા મંદિર ખાતે હોસ્પિટલ તૈયાર કરવાની કવાયત શરૂ કરાઈ છે. કોરોના કેસો વધતા અમિત શાહે ગાંધીનગરમાં 1200 બેડની હોસ્પિટલની જાહેરાત કરી હતી. હોસ્પિટલની કામગીરીના પ્લાનિંગ માટે મંગળવારે DRDO અને કોર્પોરેશના અધિકારીઓએ એક્ઝિબિશન સેન્ટરની મુલાકાત લીધી હતી. જેમાં એક્ઝિબિશન સેન્ટર ખાતે આટલી મોટી સંખ્યામાં દર્દીઓ, સ્ટાફ સહિતનો લોકો ભેગા થતાં ટ્રેનેજની સમસ્યા ઉભી થાય તેમ હતી.

બીજી તરફ બધા ડોમની છત અને એસીની સમસ્યાને પગલે અહીં હોસ્પિટલ બનાવવામાં અનેક મુશ્કેલી આવવાની સાથે વધુ સમય લાગે તેમ હતો. જેથી અધિકારીઓએ સરકાર સાથે સંકલનમાં રહીને સ્થળ બદલવા માટે રજૂઆત કરી હતી. જેમાં ડીઆરડીઓ દ્વારા ટાટા ટ્રસ્ટના સહયોગથી આ દિશામાં કામગીરી શરૂ કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે. યુધ્ધના ધોરણે હોસ્પિટલ તૈયાર થતાં 20 દિવસ જેટલો સમય લાગે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...