લોકોનો સર્વે:ગાંધીનગર જિલ્લાના 110644 સર્વેમાં કેન્સરના 253 શંકાસ્પદ દર્દીઓ મળ્યા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જિલ્લાના ગાંધીનગર અને કલોલ તાલુકાના નવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તાબાના ગામોમાં સર્વે કરાયો હતો. તેમાં 110644 લોકોના સર્વે કરીને 19929 લોકોનું સ્ક્રિનીંગમાં અલગ અલગ પ્રકારના 253 કેન્સરના શંકાસ્પદ દર્દીઓ મળી આવ્યા છે. જેમાં ઓરલ, બ્રેસ્ટ, સર્વાઇકલ તેમજ ગર્ભાશય કેન્સરના કેસ મળી આવ્યા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના મત વિસ્તારમાં સર્વે સ્ક્રીનીંગ અને સારવારની કામગીરી ગાંધીનગર અને કલોલ તાલુકાના 9 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તાબાના ગામોમાં કરવામાં આવી હતી. આયુષ મેડિકલ ઓફિસર, સીએચઓ, એફએચડબલ્યુ, એમપીએચડબલ્યુ સહિતના આરોગ્ય કર્મચારીઓ દ્વારા ડોર ટુ ડોર ફરીને કુલ-110644 લોકોનો સર્વે કરવામાં આવ્યું હતું.

સર્વે અંતર્ગત ફોર્મ ભરવામાં આવ્યા હતા. તેમાં અલગ અલગ પ્રકારના કેન્સરના 253 શંકાસ્પદ દર્દીઓ મળી આવ્યા છે. જેમાં ઓરલ કેન્સરના 119, બ્રેસ્ટ કેન્સરના 29, સર્વાઇકલ કેન્સરના 101 તથા અન્ય ચાર શંકાસ્પદ કેન્સરના કેસ મળી આવ્યા હતા. ઉપરાંત ગર્ભાશયના કેન્સરની નિદાન માટે 365 પેપ સ્મીયર સેમ્પલ લેવામાં આવ્યા હતા.

ડોર ટુ ડોર સર્વેમાં કેન્સરના મળી આવેલા દર્દીઓને જીસીઆરઆઇ અમદાવાદની કેન્સર સર્જન ટીમ દ્વારા તપાસમાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સર્વે સ્ક્રીનીંગ અને સારવાર અભિયાન જિલ્લાના બે તાલુકા સિવાય આગામી સમયમાં અન્ય બે તાલુકાઓમાં પણ કામગીરી હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...