તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:ઠાસરા ધારાસભ્યના ભાણેજનો આપઘાત, પેરાલિસિસની બીમારીથી કંટાળી ફાંસો ખાઈ લીધો હોવાનું તારણ

ગાંધીનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઠાસરાના ધારાસભ્ય કાંતિભાઈ પરમારના ભાણેજે ગાંધીનગર એમએલએ ક્વાટર્સ ખાતે આપઘાત કર્યો છે. બ્લોક નંબર-12માં ત્રીજા માળે ધારાસભ્યને ફાળવાયેલા 10 નંબરના ક્વાટર્સની બહાર તેમના ભાણેજે દોરીથી ફાંસો ખાઈ લીધો હતો. બે-અઢી મહિનાથી પેરાલિસિસથી પીડાતા યુવકે બીમારીથી કંટાળી આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

સેક્ટર-21 સદસ્ય નિવાસ ખાતે બ્લોક નં-12-10માં ઠાસરા જેઠીપુરાના રાકેશસિંહ હઠીસિંહ ચાવડા પરિવાર સાથે રહેતાં હતા. મંગળવારે રાત્રીના સુમારે તેઓએ બ્લોકમાં ધાબા પર જવાની સીડી પાસે લોખંડની જાળી સાથે દોરી બાંધીને ફાંસો ખાઈ લીધો હતો. રાકેશસિંહ ધારાસભ્ય કાંતિભાઈના સગા ભાણેજ હતા, બે અઢી માસથી તેઓ પેરાલિસિસની બિમારીથી પીડાતા હતા. ત્યારે મંગળવારે રાત્રે 11 વાગ્યે તેઓ ઘરમાંથી બહાર નીકળ્યા હતા. સાડા બાર વાગ્યા સુધી તેઓ ઘરમાં ન આવતા પત્નીએ શોધખોળ કરી હતી ત્યારે તેઓ ફાંસો ખાધેલી હાલતમાં મળ્યા હતા.

ઘટનાથી સેક્ટર-21 પોલીસે રાત્રે જ લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. મૃતક રાકેશસિંહ એકલા જ રહેતાં હતા પરંતુ પેરાલિસિસથી બે મહિનાથી તેમની પત્ની અને પુત્ર સાથે રહેવા આવ્યા હતા. પોલીસ તપાસમાં તેઓએ બીમારીથી કંટાળીને આપઘાત કર્યો છે. આ બનાવથી મૃતકના પરિવારજનોમાં હાલ ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે.

મંગળવારે ડોક્ટરને બતાવવા ગયા હતા
મૃતક રાકેશસિંહ મંગળવારે સાંજે જ શહેરના એક પ્રાઈવેટ હોસ્પિટલમાં ડોક્ટરને બતાવવા માટે ગયા હતા. જેમાં ડોક્ટરે સંપૂર્ણ રીતે સ્વથ્ય થવામાં થોડા સમય અને ત્રણ સાડા ત્રણ લાખ રૂપિયા ખર્ચ કહ્યો હતો. જેને પગલે છેલ્લા કેટલાક સમયથી નોકરી ન કરતાં મૃતકે બીમારી અને વધુ ખર્ચની ચિંતામાં આપાઘાત કર્યો હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે.

અન્ય સમાચારો પણ છે...