7 કરોડ ગુજરાતીનો સંદેશ:‘અમારા CMને થેંક્સ કહેજો... ત્રીજી લહેરમાંથી હવે જીવતા બચી શકીશું’

ગાંધીનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી, ગુજરાત - ફાઇલ તસવીર. - Divya Bhaskar
ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી, ગુજરાત - ફાઇલ તસવીર.
  • વાઇબ્રન્ટ સમિટ, પતંગોત્સવ, ફ્લાવર શો જેવા તમામ કાર્યક્રમ રદ
  • કોરોનાના 4 હજાર કેસ આવતાં જ ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો

ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવતાં આખરે રાજ્ય સરકારે આગામી 10થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે, સાથે જ અમદાવાદમાં યોજાનારા ફ્લાવર શો તથા પતંગોત્સવ પણ રદ કરવામાં આવ્યા છે. વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે દેશ-વિદેશથી પ્રતિનિધિમંડળો આવવાના હતા. જોકે ગુજરાત સહિત દેશ તથા દુનિયાભરમાં પણ સંક્રમણ વ્યાપક બનતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.

સરકારે સૌનો આભાર વ્યક્ત કર્યો
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે મહામારીના કેસો ફરી પાછા વધવા લાગ્યા છે અને વિવિધ દેશોમાં પણ સંક્રમણ વધ્યું છે. રાજ્યમાં સંક્રમણનો ફેલાવો રોકવા માટે સર્વગ્રાહી સમીક્ષા બાદ રાજ્ય સરકારે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ મોકૂફ રાખી છે. સરકાર દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ, મુખ્યમંત્રીએ સમિટના આયોજન માટે માર્ગદર્શન કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પાર્ટનર કંટ્રી તરીકે જોડાયેલાં રાષ્ટ્રો, સમિટમાં અપેક્ષિત વિવિધ દેશોના વડાઓ, ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળો, દેશભરના ઉદ્યોગકારો, વેપાર-ઉદ્યોગ મંડળો, કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ તથા અધિકારીઓ અને સમિટના આયોજનમાં જોડાયેલા સહુનો આભાર માન્યો હતો.

કોરોનાને કારણે રજિસ્ટ્રેશન ઓછું થયું હતું
આ દસમી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે 17 હજારથી વધુ વ્યક્તિગત અને 7000થી વધુ બિઝનેસ ડેલિગેશનનું રજિસ્ટ્રેશન થયું હતું. જોકે અગાઉ યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટની તુલનાએ કોરોનાને કારણે આ સમિટમાં થયેલું રજિસ્ટ્રેશન પાંચમા કે છઠ્ઠા ભાગનું રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...