કાર્યવાહી:દારૂનું દૂષણ અટકાવવા પોલીસ દ્વારા પેટ્રોલિંગ છતાં ચંદ્રાલામાં બસમાંથી, ચિલોડામાં યુવક પાસેથી દારૂના ટેટ્રાપેક પકડાયા

ગાંધીનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ચિલોડામાં નરોડા તરફના રસ્તા પર ઉભેલા યુવક પાસેથી દારૂના 191 નંગ મળ્યા: 2 શખસ દારૂ અમદાવાદ લઇ જતા હતા

ગ્રામ્ય વિસ્તારમા દારૂનુ દુષણ અટકાવવા પોલીસ દ્વારા પેટ્રોલીંગ કરાતુ હોય છે. ચિલોડા પોલીસ જિલ્લાની સરહદ ઉપર ચેકીંગ કરતી હોય છે. ત્યારે મુસાફર બની બસમા આવી રહેલા શખ્સ પાસેથી અને ચિલોડામા નરોડા તરફ જવાના રસ્તા ઉપર ઉભેલા યુવક પાસેથી 191 નંગ વિદેશી દારૂના ટેટ્રાપેક ઝડપી લેવાયા હતા. બંને આરોપીઓ અમદાવાદમાં દારૂ લઇ જઇ રહ્યા હતા. જેની સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ ચંન્દ્રાલા પાસે નાઇટ પેટ્રોલીંગ દરમિયાન હિંમતનગર તરફથી આવતી એક ખાનગી ટ્રાવેલ્સમાં 33 વર્ષિય મુસાફર મોહંમદ ઇસ્માઇલ ઇકબાઇ કુરેશી (રહે, વિજય ફ્લોર ફેક્ટરી, રાયખડ, અમદાવાદ) પાસેથી વિદેશી દારૂના 95 ટ્રેટાપેક કિંમત 7980ને ઝડપી લેવાયા હતા અને તેની સામે કાર્યવાહી કરાઈ હતી. આરોપી દારૂના પેકને અમદાવાદમા લઇ જઇ રહ્યો હતો. જ્યારે પોલીસ ચિલોડા ચાર રસ્તા ઉપર પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન એક યુવક પ્લાસ્ટીકના થેલામા ચીજવસ્તુઓ ભરી ઉભો હતો.

જ્યારે પોલીસને જોતા જ શંકાસ્પદ હિલચાલ કરવા લાગતા તેની પાસે રહેલો સામાન ચેક કરતા તેમાથી વિદેશી દારૂના 96 નંગ ટેટ્રાપેક કિંમત 8064 મળી આવ્યા હતા. જ્યારે આ યુવકનુ નામ વિકાસસિંગ રતનસિંગ ચૌહાણ (રહે, હાઉસિંગ બિલ્ડીંગ, પાર્શ્વનાથ, કૃષ્ણનગર, અમદાવાદ. મૂળ રહે, ભેરૂખેલા, બ્યાવર, રાજસ્થાન) જણાવ્યુ હતુ. પોલીસે બંને આરોપીઓ પાસેથી દારૂના ટેટ્રાપેક જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...