તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ ‘છેતરપિંડી’ ત્રીજી લહેર લાવી શકે:ગુજરાતમાં મે મહિનામાં કોરોનાના ટેસ્ટ 15.5% ઘટ્યા... તો કેસ પણ 16% ઘટી ગયા; ટાસ્કફોર્સે સ્વીકાર્યું - આપણે બીજી પીકમાંથી બહાર આવ્યા

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • એક દિવસમાં 15,000 સાજા, 11,592 નવા કેસ નોંધાયા

ગુજરાતમાં સતત દસમા દિવસે કોરોના દર્દીઓમાં ઘટાડો નોંધાયો છે. બીજી તરફ, સાજા થઈને ઘરે જનારા લોકોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. સોમવારે કોવિડ ટાસ્કફોર્સે કહ્યું હતું કે ગુજરાત બીજી લહેરની પીકમાંથી ગુજરી ચૂક્યું છે અને હવે કેસ ઓછા આવી રહ્યા છે. મે મહિનાની વાત કરીએ તો રાજ્યમાં આશરે સવાલાખ લોકોએ કોરોનાને માત આપી, પરંતુ આશરે એટલા જ નવા દર્દી નોંધાયા. રિકવરી રેટ 79%ને પાર થઈ ચૂક્યો છે, પરંતુ આ બધા વચ્ચે કોરોના ટેસ્ટમાં ઘટાડાના કારણે ઓછા થતા કેસ પણ શંકાના દાયરામાં આવી ગયા છે.

ટેસ્ટ ઘટાડ્યા એટલે કેસ ઘટ્યા હોવાનું અનુમાન
છેલ્લા દસ દિવસમાં રાજ્યમાં નવા કેસ 16% ઘટ્યા છે, પરંતુ કોરોના ટેસ્ટમાં 15.5% ઘટાડો કરાયો, એ એની પાછળનું કારણ મનાય છે. બીજી તરફ, દેશના આંકડા જોઈએ તો 28 એપ્રિલે દેશમાં 20.68 લાખ ટેસ્ટ થયા હતા અને સંક્રમણ દર 18.7% હતો. 8 મેએ દેશમાં 14.66 લાખ ટેસ્ટ થયા અને સંક્રમણ દર 26.7% થઈ ગયો. આ આંકડા સ્પષ્ટ સંકેત આપે છે કે જો ટેસ્ટ ઘટીને કોરોના સંક્રમણ ઘટ્યું હોવાનો પ્રયાસ કરાતો હોય, તો ત્રીજી લહેર ઘાતક બની શકે છે.

ગુજરાતમાં ઘટતા ટેસ્ટ અને કેસ

તારીખટેસ્ટનવા કેસરિકવર
1 મે15077113,847.0010582
2 મે137,7141297811146
3 મે1318821282011999
4 મે1407751305012121
5 મે1451851295512995
6 મે1385931254513021
7 મે1390481206413085
8 મે1349441189214737
9 મે1274311108414,770
10 મે--------1159214931
તારીખ28 એપ્રિલ30 એપ્રિલ2 મે4 મે6 મે8 મે
ટેસ્ટ20.68 લાખ21.5 લાખ17.61 લાખ17.35 લાખ17.44 લાખ14.66 લાખ
સંક્રમણ દર18.70%18.20%21.20%22.00%22.40%26.70%
  • દેશમાં છેલ્લા આઠ દિવસમાં સંક્રમણ સતત વધી રહ્યું છે. ડબ્લ્યુએચઓની ગાઈડલાઈન્સ કહે છે, જેટલું વધુ ટેસ્ટિંગ થશે, સંક્રમણ પર એટલો ઝડપથી કાબૂ લાવી શકાશે.
  • રાજ્યોની રોજિંદા સરેરાશ ટેસ્ટ જોઈએ તો પ્રતિ 10 લાખની વસતિએ રોજ સૌથી વધુ 6491 ટેસ્ટ પુડુચેરીમાં થાય છે. મોટાં રાજ્યોમાં પશ્ચિમ બંગાળ સૌથી ઓછા ટેસ્ટ કરે છે, જ્યારે દેશની સરેરાશ 1089 છે.

રાજ્યોનું સત્ય... દિલ્હી, કેરળ અને મહારાષ્ટ્રે કોરોના ટેસ્ટ ઘટાડ્યા
રોજના ટેસ્ટ પ્રતિ 10 લાખની વસતિ

રાજ્યટેસ્ટ
28 એપ્રિલ10 મે
દિલ્હી4,4233,327
કેરળ3,8973,496
મહારાષ્ટ્ર2,2442,030
તેલંગાણા2,1141,422
ઝારખંડ1,865992

આ રાજ્યોએ ટેસ્ટ વધાર્યા

પંજાબ1,7862,000
હરિયાણા1,7541,995
મધ્યપ્રદેશ700.00779
અન્ય સમાચારો પણ છે...