વિધાનસભાની ચૂંટણીઓની તૈયારી:ગાંધીનગરમાં EVM મશીનના પ્રથમ તબક્કાની ચકાસણી 15 જૂલાઈથી શરૂ થશે, મતદારોમાં જાગૃતિનાં કાર્યક્રમો કરાશે

ગાંધીનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • BLO એક્ટિવ કરવા જિલ્લા ચૂંટણી તંત્રને સૂચના અપાઈ

ચૂંટણી પંચે આ વર્ષે રાજ્યમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. ચૂંટણી પંચે તૈયારીના ભાગરૂપે જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજી હતી. જે અન્વયે ગાંધીનગરનાં ચૂંટણી તંત્ર દ્વારા અત્યારથી તૈયારી શરૂ દેવામાં આવી છે.

ચૂંટણીમાં અધિકારીની ભૂમિકા મહત્વની
રાજ્યમાં આ વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે રાજ્ય ચૂંટણી પંચે ચૂંટણી અંગેની તૈયારી શરૂ કરી દીધી છે. તેને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે સમીક્ષા બેઠક પણ યોજી હતી. જેમાં જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને તમામ તૈયારીઓ બાબતની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અધિકારીની ભૂમિકા મહત્વની હોય છે. મતદારોના નામ મતદાર યાદીમાં સામેલ કરવા જતા અવસાન પામેલા મતદારોના નામ કમી કરાવીને મતદાર યાદી અને અદ્યતન બનાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે.

ચૂંટણી અધિકારીને BLO એક્ટિવ કરવા સૂચના
ત્યારે તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને BLOને એક્ટીવ કરીને વહેલીતકે મતદારોની નોંધણી અંગેની કામગીરીની સમીક્ષા કરવા તાકીદ કરાઈ હતી.જ્યારે BLO માટે તૈયાર કરવામાં આવેલા શિક્ષણ માટેના મોડ્યુલ તૈયાર કરી. તેને અનુરૂપ તાલીમ હાથ ધરવા ઉપર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.
વિધાનસભાની ચૂંટણીને લઈને મતદાન માટે ઉપયોગમાં લેવાતા EVM મશીન અને પ્રથમ તબક્કાની ચકાસણી 15 જુલાઈથી શરૂ કરી દેવામાં આવશે. તેમ જ જ્યાં EVM મશીન રાખવામાં આવ્યા છે. તે વેરહાઉસની સલામતીની પૂરતી વ્યવસ્થાની ચકાસણી પણ કરી લેવા જિલ્લા ચૂંટણી અધિકારીઓને પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.

મતદારોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કરાશે
વિધાનસભાની ચૂંટણીમાં મતદારો મહત્વનો ભાગ ભજવે છે. ત્યારે વિધાનસભા મતવિસ્તારમાં ઊભા કરાતા મતદાન કેન્દ્રોના રેશનલાઈઝેશન માટે કેન્દ્રની સ્થળ મુલાકાત લઈને મતદારોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે. તે સુનિશ્ચિત કરવા તેમ જ મતદાન કેન્દ્ર અને સુવિધાજનક હોય. તે જોવા માટે પણ તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. જ્યારે મતદારો ઓનલાઈન સેવાનો લાભ લઈ ઘરે બેઠા મતદારયાદીમાં નામ નોંધાવી શકે, સુધારાવધારા કરાવી શકે તે માટે વોટર હેલ્પલાઇન એપ ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરે. આ માટે સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મનો ઉપયોગ કરી મતદારોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...