રેપ વિથ મર્ડર કેસ:ટ્રાયલના ત્રીજા દિવસે 15 સાહેદની જુબાની લેવાઇ

ગાંધીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એફએસએલના અધિકારી, ઇન્ક્વેસ્ટ પંચનામુ કરનાર મામલતદાર અને વીડિયોગ્રાફી કરનારને કોર્ટે તપાસ્યા

ગાંધીનગર સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ત્રીજા દિવસે કલોલના ખાત્રજ વિસ્તારમા બનેલા રેપ વિથ મર્ડર કેસની ટ્રાયલ ચાલી હતી. 31થી 45 સુધીના સાહેદોને તપાસાયા હતા. અગાઉ ગેરહાજર વીડિયોગ્રાફર સહિત એફએસએલના અધિકારીઓને તપાસવામા આવ્યા હતા. તે ઉપરાંત આરોપીના મોબાઇલની પોનોગ્રાફી સહિતની તપાસ કરનાર અધિકારીઓને કોર્ટમાં તપાસાયા હતા.

કલોલના ખાત્રજ વિસ્તારમા 3 બાળકીઓ ઉપર બળાત્કાર ગુજારવામા આવ્યા બાદ પોલીસે આરોપીને ઝડપી લીધો હતો અને માત્ર 8 દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી દીધી હતી. ત્યારબાદ કોર્ટમાં આ કેસને સ્પેશ્યલ કોર્ટમાં ચલાવાઈ રહ્યો છે. ત્યારે આજે સોમવારે સતત ત્રીજા દિવસે કોર્ટમાં 31થી 45 નંબર સુધીના સાહેદોને તપાસાયા હતા. જેમા અગાઉ ગેરહાજર રહેના વીડીયોગ્રાફરને પણ તપાસ્યો હતો. જ્યારે આજે સોમવારે 3 પોલીસ સાહેદોને ડ્રોપ કરાયા હતા.

આ કેસમાં ગાંધીનગર સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ત્રીજા દિવસે એફએસએલના અધિકારીઓમા રેતી, બાળકીના કપડા અને આરોપીનુ સ્પર્મની લેબોરેટરી કરનારને તપાસ્યા હતા. ડીએનએ સેમ્પલ લેનાર તબીબ અને ઇન્ક્વેસ્ટ પંચનામુ કરનાર મામલતદાર સહિતના અધિકારીઓની જુબાની લેવામા આવી હતી. ઉલ્લેખનિય છેકે, અગાઉ શનિવારે બાળકીના માતા પિતા સહિત 15 જેટલા સાહેદોને બોલાવી તપાસવામા આવ્યા હતા. ખાત્રજ વિસ્તારમા બનેલા રેપ વિથ મર્ડર કેસની ટ્રાયલ ચાલી હતી. 31થી 45 સુધીના સાહેદોને તપાસાયા હતા.ં આ ચકચારી કેસમાં આરોપીએ જે ગુનો આચર્યો છે તેને ધ્યાનમાં લઈને આરોપીને કડક સજા થાય તેવી લોકમાગ છે.

અન્ય સમાચારો પણ છે...