પથ્થરમારો:ચંદ્રાલામાં સરપંચના સરઘસ પહેલાં જ પથ્થરમારો થતાં ગામમાં તંગદિલી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામના અન્ય સમાજના ઉમેદવાર હારી જતાં પથ્થરમારો

ચંદ્રાલા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે શિલ્પાબહેન રામકૃષ્ણ પટેલ વિજેતા થતાં જ ગામમાં પહોંચ્યાં હતાં. ગામની ભાગોળમાં સરઘસ કાઢવા માટે પોલીસ સાથે ગ્રામજનો ઊભા હતા. તે દરમિયાન ગામના અન્ય સમાજના હારેલા ઉમેદવારના સમર્થકોએ પથ્થમારો કરતા પોલીસની ગાડીના કાચ તૂટ્યા અને દસેક જેટલી વ્યક્તિને ઈજા થતાં હૉસ્પિટલ ખસેડાયા હતા.

ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખના વતન ગામ ચંદ્રાલમાં ગ્રામ પંચાયતની ચૂંટણીએ ગામના બે સમાજ વચ્ચે ઝઘડાનાં બીજ રોપાયાં છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ ચંદ્રાલા ગામના સરપંચ તરીકે શિલ્પાબહેન રામકૃષ્ણ પટેલ 442 મતે વિજેતા થયા હતા. જ્યારે પ્રતિસ્પર્ધી રંજનબહેન ભનુજી ઠાકોર હારી ગયા હતા.

સરપંચ તરીકે વિજેતા થતાં જ ગામમાં પહોંચીને ગામના મહાકાળી માતાજીના મંદિરે દર્શન કરીને સરઘસ કાઢવાનું આયોજન કર્યું હતું. આથી મંદિરમાં લાઇટો કરવા સહિતની કામગીરી ગામના અન્ય યુવાનો કરી રહ્યા હતા. તે દરમિયાન ગામના અન્ય સમાજના લોકો માર્યો હતો.

આથી તેની જાણ ઘરે જઈને કરતા વિજેતા મહિલા સરપંચના સમર્થકો ગામની ભાગોળે દોડી આવ્યા હતા. જોકે ગામમાં સરઘસ કાઢવાનું હોવાથી પોલીસ સ્ટેન્ડ બાય હતી. તે દરમિયાન અન્ય સમાજના લોકો પથ્થરમારો કરતા પોલીસ તેમજ ગામના દસેક વ્યક્તિઓને ઇજાઓ થઇ હતી.

આથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે પથ્થરો વાગવાથી ત્રણેક વ્યક્તિઓને ટાંકા આવ્યા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે.પથ્થરમારો થવાની જાણ થતાં જ ચિલોડા પોલીસ સ્ટેશનના પીઆઇ સહિત કાફલો દોડી આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...