ઇનકાર:ગૌશાળામાં તરછોડાયેલા માસૂમની કસ્ટડી લેવા સચિનના પિતાનો ઇનકાર

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોહીના સંબંધ વિનાના 1 હજાર લોકો આવ્યા, પણ લોહીના સબંધે ના પાડી
  • ચાઇલ્ડ વેલ્ફર દ્વારા માસૂમની કસ્ટડી લેવા પૂછવામાં આવ્યું હતું

પેથાપુરની ગૌશાળા પાસે ત્યજી દેવાયેલા માસૂમ બાળકના ચકચારી કેસમાં વળાંક આવ્યો છે. ઓઢવના બાળ ગૃહમાં રહેલા બાળકની કસ્ટડી લેવા માટે તેના દાદાએ સ્પષ્ટ ઇનકાર કર્યો છે.પેથાપુર પાસે આવેલી ગૌશાળાના દરવાજા પાસે તા. 8 સપ્ટેમ્બરે આશરે 11 મહિનાના બાળકને તરછોડવામાં આવ્યો હતો. આ બનાવ બાદ તેનાં માતા-પિતાને શોધવા સમગ્ર રાજ્યમાં તપાસ શરૂ કરાઈ હતી.

દેવરૂપ જેવા બાળકને દત્તક લેવા 1000 કરતાં વધુ લોકોએ તૈયારી દર્શાવી હતી પરંતુ આ બનાવના 2 દિવસ બાદ માસૂમની માતા હિના ઊર્ફે મહેંદી પેથાણીનું તેની સાથે લિવ-ઇનમાં રહેતા સચિન દિક્ષિતે ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો ચોકાવનારો ખુલાસો થયો હતો.

આ સમગ્ર બનાવમાં નાગરિકો માસૂમના પિતા સચિન દિક્ષિત સામે ફિટકાર વરસાવતા હતા જ્યારે 72 કલાક સુધી ગાંધીનગરના કોર્પોરેટર દીપ્તિ પટેલે બાળકને મમતાનું વ્હાલ આપ્યું હતું. માતા યશોદા બનીને તેની સાથે રહ્યા હતા જ્યારે ગાંધીનગર સિવિલમાંથી માસૂમને અમદાવાદ બાળ ગૃહમાં મોકલી આપવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રક્રિયા દરમિયા સચિન દિક્ષિતને કોર્ટમાં રજૂ કરાયો હતો અને વડોદરા પોલીસ તેને મર્ડરના કેસમાં તપાસ અર્થે લઈ ગઈ હતી.

આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ માસૂમ બાળક સચિનનો પુત્ર હોવાથી તેની પહેલી કસ્ટડી સચિનના પિતા નંદકિશોર દિક્ષિતને મળી શકે. જો તે કસ્ટડી લેવા તૈયાર ન થાય તો જ અન્યને દત્તક આપી શકાય. ત્યારે અમદાવાદના બાળ ગૃહ દ્વારા નંદકિશોર દિક્ષિતને કસ્ટડી લેવા વિશે પૂછતાં તેમણે ધરાર ના પાડી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...