સામાન્ય બાબતે બબાલ:‘તારા પતિને કહી દેજે ફોનના રૂપિયા આપી દે, નહીં તો પતાવી દઇશ’, સે-20માં ચાની કિટલી પર થયેલી બબાલ ઘર સુધી પહોંચી

ગાંધીનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધમકી આપતાં કાર્યવાહી કરવા પોલીસમાં અરજી અપાઈ

સેક્ટર 20 ચિલ્ડ્રન યુનિવર્સિટી પાસેની ચાની લારી ઉપર ઉભા રહેલા યુવક સાથે સામાન્ય બાબતે પડોશી યુવકે બબાલ કરી હતી. જ્યાં બંને યુવકો વચ્ચે મારામારી થઇ હતી. આ બબાલ રાત્રે ઘર સુધી પહોંચી હતી. જ્યારે યુવક ઘરે ન હતી, તે દરમિયાન મારામારી કરનાર યુવકે કહ્યુ હતુ કે, મારા મોબાઇલના રૂપિયા નહિ આપે તો જીવતો છોડીશ નહિ કહીને ધમકી આપી જતો રહ્યો હતો.

આ બાબતે ધમકી આપનાર યુવક દ્વારા ફરિયાદ નોંધવા માટે સેક્ટર 21 પોલીસ મથકમા અરજી કરવામા આવી છે. આ અંગે 36 વર્ષિય રઘુભાઇ અરજણભાઇ રબારી (રહે, સેક્ટર 20 સર્વન્ટ ક્વોટર)એ સેક્ટર 21 પોલીસ મથકમા ફરિયાદ નોંધવા અરજી કરી છે, જેમા જણાવ્યુ છેકે, ગત 30મી એપ્રિલે સવારે હુ ચિલ્ડ્રન યુનિવર્સિટી પાસે ચા પીવા ઉભો હતો. જ્યાં વિશાલ ચાવડા ઉર્ફે સની ઉર્ફે રીસ્કી બન્ના ઉભો હતો.

તે સમયે વાતવાતમા બંને વચ્ચે માથાકૂટ થતા ગાળો બોલી હતી. મારી ફેટ પકડીને મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારપછી મારામારી કરનાર શખ્સ મારી પાસે આવીને કહેવા લાગ્યો હતો કે, મારો ફોન તોડી નાખ્યો છે તેનો ખર્ચ આપી દે. શખ્સ ફોન લાવ્યો જ ન હતો અને ખોટી માગણી કરતો હતો. ત્યારપછી યુવક તેની નોકરી કરવા જતો રહ્યો હતો.

ગત 3 મેની રાત્રે નશાની હાલતમા વિશાલ, તેના પિતા, મામા અને તેના જીજાજી યુવકના ઘરે ગયા હતા અને મારી પત્નિ સાથે ખરાબ ભાષામા વાતો કરી ધમકી આપતા કહ્યુ હતુ કે, તારો ધણી ક્યા છે, આજે અમારે જીવતો છોડવો નથી. તારા ધણીને સમજાવી દેજે કે મોબાઇલના 4 હજાર નથી આપ્યા તો જીવતો છોડીશુ નહિ. હુ રીસ્કી બન્ના છુ રીસ્ક લઇને તને પતાવી દઇશ. આ બનાવને લઇને તમામ સામે ફરિયાદ નોંધવા અરજી કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...