તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:કલોલ બ્લાસ્ટ ઘટનાની તપાસ તેજ, એનએની મંજૂરીની માહિતી માંગી

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
જે સ્થળે બ્લાસ્ટ થયો તેની નીચે ઓએનજીસીની લાઈન મળી આવી છે. - Divya Bhaskar
જે સ્થળે બ્લાસ્ટ થયો તેની નીચે ઓએનજીસીની લાઈન મળી આવી છે.
 • 2008માં એનએની મંજૂરી કોણે આપી તેની માહિતી મેળવાઈ

કલોલની ગાર્ડન સીટી સોસાયટીમાં બ્લાસ્ટ પ્રકરણમાં સરકારે તેજ કરી છે. જેમાં વર્ષ-2008માં સોસાયટીની જમીનને એનએની મંજુરી કોણે આપી સહિતની માહિતી જિલ્લા પંચાયત પાસે માંગવામાં આવી છે. જોકે બ્લાસ્ટમાં 3 વ્યક્તિઓના મોત નિપજ્યા છે.બ્લાસ્ટને પગલે ગાર્ડન સીટી સોસાયટી તેમજ આસપાસની સોસાયટીના રહિશોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જોકે અનેક લોકોએ અન્યત્ર સ્થળાંતર કરી દીધું છે. જોકે પ્લાસ્ટમાં મકાન જમીનદોસ્ત થઇ ગયું છે.. ત્યારે દોષિત સામે કડકમાં કડક પગલાં લેવાની સ્થાનિકોમાં માંગ ઉઠી છે.

જેને પરિણામે બ્લાસ્ટને પગલે ત્રણના મોતને પગલે સરકાર દ્વારા સમગ્ર મામલે તપાસનો ધમધમાટ તેજ કરી છે. જેમાં જે જમીન ઉપર સોસાયટી બનાવવામાં આવી હતી. તે જમીનને એનએની મંજુરી કોણે આપી તેની માહિતી માંગવામાં આવી છે. કલોલની ગાર્ડન સીટી સોસાયટીના નિર્માણવાળી જમીનને એનએની મંજુરી વર્ષ-2008માં આપવામાં આવી છે. આથી તે સમયે એનએની મંજુરી કોણે આપી, મંજુરીમાં કઇ કઇ બાબતોને ધ્યાનમાં લેવામાં આવી હતી. એનએમાં સરકારી નિયત કરેલા નિયમોનું પાલન થાય છે કે નહી સહિતના પાસાઓનો અભ્યાસ કરવામાં આવે તેવી શક્યતા રહેલી છે. ત્યારે બ્લાસ્ટ પ્રકરણમાં તેજ બનેલી તપાસને પગલે મોટા માથાઓની સંડોવણી બહાર આવે તેવી પણ શક્યતા રહેલી છે.

બ્લાસ્ટવાળી સોસાયટીના જમીનની સરવે નંબરની પણ માહિતી માંગી
કલોલ બ્લાસ્ટ પ્રકરણમાં એનએની મંજુરીની માહિતી માંગી છે કે નહી તે અંગે પુછતા નાયબ ડીડીઓ મનિષાબેન પટેલે જણાવ્યું છે કે વર્ષ-2008માં બ્લાસ્ટ સોસાયટીની જમીનના સરવે નંબરની એનએ હુકમની માહિતી પ્રાંત અધિકારીએ માંગી છે. આથી તે સરવેે નંબરની ફાઇલ આપી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો