શિક્ષકોમાં રોષ:છેલ્લા પાંચ વર્ષથી બીએલઓની કામગીરી કરતા શિક્ષકો મહેનતાણાથી વંચિત

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાલુ વર્ષે પણ કામગીરી સોંપાતા શિક્ષકોમાં રોષ ફેલાયો

છેલ્લા પાંચ વર્ષથી બીએલઓની કામગીરી કરતા શિક્ષકોને મહેનતાણું ચૂકવવામાં આવ્યું નથી. ઉપરાંત ચાલુ વર્ષે પણ બીએલઓની કામગીરી સોંપવામાં આવતા શિક્ષકોમાં રોષ ઊઠવા પામ્યો છે. બીએલોની કામગીરી રજા તેમજ વેકેશનમાં કરી હોવાના પ્રમાણપત્રો આપ્યા નહીં હોવાની ફરિયાદો શિક્ષકોમાં ઊઠવા પામી છે. ચૂંટણીના પહેલાં મતદાર યાદી સુધારવાની કામગીરી ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવે છે.

મતદાર યાદી સુધારવાની કામગીરી પ્રાથમિક શિક્ષકોને જ જોડવામાં આવતા છે જોકે ચૂંટણી પંચના નિયમો અનુસાર વિયલોની કામગીરી કરતા શિક્ષકોને તેના બદલામાં મહેનતાણું પણ આપવામાં આવતું હોય છે પરંતુ ગાંધીનગર જિલ્લાના પ્રાથમિક શિક્ષકોને બી.એલો ને કામગીરી કરવા છતાં છેલ્લા પાંચ વર્ષથી મહેનતાણું ચૂકવવામાં નહીં આવતા શિક્ષકોમાં હોર્સ નો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે.

ગત વર્ષ-2017થી લઈને વર્ષ-2022 સુધીમાં બી.એલ.ઓની કામગીરી કરી હોવા છતાં શિક્ષકોને મહેનતાણું આપવામાં આવી નથી. ગત વર્ષ 2019 ની લોકસભા ચૂંટણીમાં કાપલી મિત્રોનું કામ કરનાર શિક્ષકોને પણ મહેનતાણું ચૂકવવામાં આવ્યું નથી. વધુમાં બીએલઓની કામગીરી શિક્ષકો જાહેર રજા તેમજ ઉનાળા વેકેશન સમયમાં કરી હોવા છતાં તેના પણ પ્રમાણપત્રો નહીં આપતા શિક્ષકોમાં નારાજગી ઊઠવા પામી છે.

​​​​​​​વધુમાં સતત ત્રણ વર્ષ સુધી કામગીરી કરનાર શિક્ષકોને તેમાંથી મુક્તિ આપવાનો નિયમ હોવા છતાં તેની અમલવારીને થતી નહીં હોવાનો આક્ષેપ શિક્ષકોએ કર્યો છે. બીએલલોની કામગીરી ગરુડા એપમાં ઓનલાઈન કરવાની સાથે સાથે ઓફલાઈન ફોર્મ ભરવાનું નિયમ હોવાથી ડબલ કામગીરીનું ભારણથી કામગીરી નબળી થતી હોવાનું શિક્ષકોએ જણાવ્યું છે. આથી નબળી કામગીરી બદલ શિક્ષકોને નોટિસ આપવાનો રદ કરીને શિક્ષકોની તકલીફ સાંભળવામાં આવે તેવી માંગણી ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...