જિલ્લાની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ વાંચન-ગણન અને લેખનમાં નબળા પડે નહી તે માટે શિક્ષકો એક કલાક વધુ વિદ્યાર્થીઓને ભણાવશે. શિક્ષકોના સમયદાનથી જાન્યુઆરી અને ફેબ્રુઆરી-2023 માસ સુધીમાં જિલ્લાની પ્રાથમિક શાળાનો એકપણ વિદ્યાર્થી વાંચ ન, ગણન અને લેખનમાં નબળો રહેવો જોઇએ નહી તેવું અભિયાન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ હાથ ધર્યું છે. રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકે જિલ્લાની પ્રાથમિક શાળાઓને દત્તક લઇને વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સ્તર સુધારવા માટે ખાસ અભિયાન શરૂ કર્યું છે.
જેના ભાગરૂપે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. બી.એન.પ્રજાપતિએ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ, બીટ નિરીક્ષક, બીઆરસી, સીઆરસી, આઇઇડી, આઇઇડીએસએસ સહિતની બેઠક યોજીને જિલ્લાની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ વાંચન, ગણન અને લેખનમાં નિપુણ બનાવવા માટે શિક્ષકો પાસેથી શાળાના નિયત સમય કરતા એક કલાક વધુ સમય વિદ્યાર્થીઓને ભણાવીને આગામી જાન્યુઆરી અને ફેબ્રઆરી-2023 માસ સુધીમાં જિલ્લાની પ્રાથમિક શાળાનું એકપણ વિદ્યાર્થીને વાંચન, લેખન અને ગણન નિપુણ કરવામાં આવશે.
ત્યારબાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, બીઆરસી, સીઆરસી અને શાળાના આચાર્યોની સાથે બેઠક કરી હતી. જેમાં વિદ્યાર્થીઓને વાંચન, લેખન અને ગણન નિપુણ કરવા સમયદાનની જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ સૂચના આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.