તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સજ્જતા કસોટી:શિક્ષકોએ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવી છે, આપવી નથી; RSS પ્રેરિત રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘે પરીક્ષાનો બહિષ્કાર કર્યો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ભુપેન્દ્રસિંહ ચુડાસમા - શિક્ષણમંત્રી - Divya Bhaskar
ભુપેન્દ્રસિંહ ચુડાસમા - શિક્ષણમંત્રી
  • વર્ષો જૂનો પ્રાથમિક શિક્ષક સંઘ પરીક્ષા આપવા તૈયાર

શિક્ષકોની ઓનલાઇન હાજરી પછી શિક્ષકોની ગુણવત્તાના મૂલ્યાંકન માટે તાલીમ આપ્યા પછી શિક્ષકોની મંગળવારે સજજ્તા કસોટી લેવાની શિક્ષણ વિભાગે જાહેરાત કરતાં બે શિક્ષક સંઘ સામસામે આવી ગયા છે. આ પરીક્ષાને રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે ટેકો આપ્યો છે, જ્યારે આરએસએસ પ્રેરિત રાષ્ટ્રીય શિક્ષક સંઘે બહિષ્કાર કરી પરીક્ષા ન આપવા શિક્ષકોને ફરમાન કર્યું છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું છે કે, વિરોધ નિરર્થક છે. 1.18 લાખ શિક્ષકે પરીક્ષા માટે સહમતિ દર્શાવી છે. શિક્ષકોની ગુણવત્તાની ચકાસણી માટે તેમને શાળાઓના કલસ્ટર જૂથ (સીઆરસી)માં બપોરે 12.30થી 2 કલાક સુધી તાલીમ અપાશે. આ પછી બપોરે 2થી 4 કસોટી લેવાશે.

વિવાદ શું છે?
રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘના પ્રમુખ ઘનશ્યામ પટેલે કહ્યું કે, અમે વિરોધ કરતા પરીક્ષા મરજિયાત કરાઈ છે. શિક્ષકોની કસોટી લેવાની હોય જ નહીં. આચાર્ય, સીઆરસી કક્ષાએ મૂલ્યાંકન થાય. ત્રિપલ સી જેમ આ કસોટી પણ ઇન્ક્રિમેન્ટમાં દાખલ કરી શકાય છે. આથી અમે પરીક્ષાનો બહિષ્કાર કર્યો છે. પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ કહ્યું હતું કે, અમે તમામ જિલ્લામાં શિક્ષકોને જોડાવવાની અપીલ કરી છે.

વિવાદથી કોને લાભ?
પ્રાથમિક શિક્ષકો પર વર્ષોથી રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનું વર્ચસ્વ છે અને મોટા ભાગના પ્રાથમિક શિક્ષકો તેના સભ્ય હોય જ. સરકારનાં યુનિયનોમાં સૌથી તાકાતવાળું પ્રાથમિક શિક્ષક સંઘનું યુનિયન છે. આ વર્ચસ્વ ઓછું થાય અને તેમાંથી શિક્ષકોની સંખ્યા તૂટી રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘમાં જોડાય તો શૈક્ષણિક સંઘને લાભ થાય. આથી સમગ્ર વિવાદ શૈક્ષણિક સંઘે ઊભો કરી મંત્રી ચુડાસમા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરી રાજીનામું માગ્યું હોવાની વાત બહાર આવી છે.