આદેશ:ગરૂડા એપ ડાઉનલોડ નહીં કરવા શિક્ષક સંઘનો આદેશ

ગાંધીનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષકો પર્સનલ ફોનમાં એપ ડાઉનલોડ નહી કરે તેવી રાજ્યના ચૂંટણી અધિકારીને રજૂઆત

ઇન્ટરનેટની સમસ્યા વચ્ચે બીએલઓની કામગીરી કરતા શિક્ષકોને ફરજિયાત ગરૂડા એપ ડાઉનલોડ કરાવીને કામગીરી પૂર્ણ કરવા સુચના આપી છે. તેનાથી શિક્ષક આલમમાં રોષ ઉઠવા પામ્યો છે. આથી શિક્ષકોને પોતાના પર્સનલ ફોનમાં ગરૂડા એપ ડાઉનલોડ નહી કરવા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે આદેશ કર્યો છે. ઉપરાંત આ મામલે રાજ્યના મુખ્ય ચુંટણી અધિકારીને લેખિત રજુઆત કરી છે. રાજ્યના ચુંટણી વિભાગ દ્વારા મતદાર યાદી સુધારણાની કામગીરી પ્રાથમિક શિક્ષકોને આપી છે.

બીએલઓ તરીકે કામ કરતા શિક્ષકોને તેમના પર્સનલ મોબાઇલમાં ચૂંટણીપંચની ગરૂડા એપ ડાઉનલોડ કરીને તેમાં જ મતદારયાદી સુધારણાની કામગીરી કરવાનો આદેશ રાજ્યના ચુંટણી પંચ દ્વારા કરાયો છે. જોકે શિક્ષકોને તેમના પર્સનલ મોબાઇલમાં ગરૂડા એપ ડાઉનલોડ કરવું મરજિયાત છે. તેમ છતાં ચુંટણીપંચ દ્વારા રાજ્યના દરેક બુથમાં ચાલુ માસની આગામી તા 28મી, સુધી કામગીરી સોંપીને ફરજિયાત લક્ષાંક અપાયો છે.

આથી બીએલઓની કામગીરીમાં રોકાયેલા પ્રાથમિક શિક્ષકોમાં રોષ ઉઠવા પામ્યો છે. જોકે રાજ્યના અનેક ગામોમાં ઇન્ટરનેટની સમસ્યા સતાવતી હોય છે. આથી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને મહામંત્રીએ રાજ્યના મુખ્ય ચુંટણી અધિકારીને લેખિત રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...