શિક્ષક સજ્જતા સર્વેક્ષણ શિક્ષણ વિભાગ અને શિક્ષકો માટે પ્રતિષ્ઠાનો સવાલ બની ગયું છે. શિક્ષણ વિભાગ સર્વેક્ષણ કરાવવાની તૈયારીમાં લાગી છે. જ્યારે શિક્ષકો શિક્ષક સજ્જતા સર્વેક્ષણના બહિષ્કાર માટે લડત કરી રહ્યું છે. જેને પરિણામે શિક્ષકોએ સ્વયં બહિષ્કાર માટે પ્રતિજ્ઞા પત્ર તૈયાર કર્યા છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકો માટે શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કરવાનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત શિક્ષક સજ્જતા કસોટી નામ આપીને અગાઉ આદેશ કર્યો હતો.
જેને પરિણામે સમગ્ર રાજ્યના પ્રાથમિક શિક્ષકોમાં વિરોધનો સૂર ઉઠવા પામ્યો હતો. ત્યારબાદ રાજ્યના શિક્ષણ વિભાગે શિક્ષક સજ્જતા કસોટીનું નામ બદલીને શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કરી દેવામાં આવ્યું હતું. ઉપરાંત રાજ્યના પ્રાથમિક શિક્ષકોના વિરોધને પગલે શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક શિક્ષક સજ્જતા સર્વેક્ષણને મરજીયાત હોવાનો પણ આદેશ કર્યો હતો. આથી પ્રાથમિક શિક્ષકોના જણાવ્યા મુજબ જો શિક્ષક સજ્જતા સર્વેક્ષણ મરજીયાત જ હોય તો પછી રાજ્યનું શિક્ષણ વિભાગ પડદા પાછળ વધુ ને વધુ શિક્ષકો સર્વેક્ષણમાં ભાગ લે તે માટેની કામગીરી કેમ કરી રહ્યું છે.
ઉપરાંત શિક્ષણ વિભાગ દ્વારા અધિકારીઓ શિક્ષક સંઘના હોદ્દેદારો સહિતને પણ શિક્ષકોને શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાં ભાગ લેવા માટે મનાવવાની કામગીરી કરાવવામાં આવી રહી હોવાનો આક્ષેપ શિક્ષકોએ કર્યો છે.શિક્ષક સજ્જતા સર્વેક્ષણને પગલે શિક્ષણ વિભાગની અને શિક્ષકો બંને માટે પ્રતિષ્ઠાનો સવાલ બની રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. કેમકે એકબાજુ શિક્ષણ વિભાગ શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કરાવાના મુડમાં હોય તેમ દિનપ્રતિદિન નવી નવી કામગીરી કરી રહ્યું છે. જ્યારે બીજી તરફ રાજ્યભરના પ્રાથમિક શિક્ષકો શિક્ષક સજ્જતા સર્વેક્ષણને રદ કરાવવા માટે તેના બહિષ્કાર માટેની પણ કામગીરી કરવામાં આવી રહી છે.
જેને પરિણામે શિક્ષકોએ જ સ્વયંમ શિક્ષક સજ્જતા સર્વેક્ષણના બહિષ્કાર માટેનો પ્રતિજ્ઞા પત્ર તૈયાર કરીને સોશિયલ મીડિયામાં ફરતો કર્યો છે. સોશિયલ મીડિયામાં ફરતા પ્રતિજ્ઞા પત્રમાં કરાયેલા ઉલ્લેખ મુજબ શિક્ષકોની કામગીરી આવડત હોશિયારી ખંત ઈમાનદારી ઉપર શંકા ઉપજાવનારી પરીક્ષાનો સામૂહિક બહિષ્કાર કરીએ છીએ. અમો આ પરીક્ષા નહિ આપવાનો સંકલ્પ કરીએ છીએ. તે દિવસે અમો કોઈપણ જાતના દબાણને વશ થયા વગર પરીક્ષા ન આપવાની અમો પ્રતિજ્ઞા લઈએ છીએ.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.