તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:વિજાપુરની 13 સ્કૂલના શિક્ષકે સ્વખર્ચે કોરોનાના ગંભીર દર્દીઓ માટે દિલ્હીથી ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ ખરીદ્યાં

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • હોસ્પિટલમાં બેડ ન મળે ત્યાં સુધી દર્દીને જીવ બચાવવા કોન્સન્ટ્રેટર વસાવ્યાં

નાની એવી સૂઝબૂઝ પણ કોરોનાના દર્દીઓના જીવ બચાવી શકે છે. આવી જ એક પહેલ વિજાપુર તાલુકાના જેપુર પે સેન્ટરની 13 શાળાના શિક્ષકોએ કરી છે. કોરોના કાળમાં ઓક્સિજનવાળા બેડ મળતા ન હોવાથી દર્દીઓ મૃત્યુ પામી રહ્યા છે તે બાબતથી શિક્ષકો પણ વ્યથિત હતા. તેમણે ગ્રામ્ય કક્ષાના દર્દીને હોસ્પિટલમાં બેડ મળે ત્યાં સુધી ઓકિસજન મળી રહે અને તેમનો જીવ બચી તે માટે દિલ્હીથી 2 ઓક્સિજન કોન્સ્ન્ટ્રેટર ખરીદ્યાં છે. આ બંને કોન્સન્ટ્રેટર વિનામૂલ્યે આસપાસના ગામમાં દર્દીઓને આપીને દર્દીને ઓકિસજનની જરૂરિયાત પૂરી પાડી રહ્યા છે. અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં સરકારી દવાખાનાની વ્યવસ્થા પણ ભાગ્યે જ હોય છે ત્યારે ઓકિસજન અને એમ્બ્યુલન્સ તો તેમના માટે દુર્લભ હોય છે. આવી સ્થિતિમાં કોરોના સંક્રમણથી પીડાતા દર્દીને તેને કોરોના થયો છે તેવી ખબર પડે તે પહેલાં તો શરીરમાં જ એટલો પ્રસરી ગયો હોય છે કે તેને ઓક્સિજનની જરૂર પડે છે.

બીજી બાજુ હોસ્પિટલ સુધી પહોંચે કે ત્યાં પહોંચ્યા પછી બેડ મળે તો દર્દીની તાત્કાલિક સારવાર થઇ શકે છે. આ વચ્ચેના સમયમાં 2થી 3 દિવસ સુધી દર્દીને ઓક્સિજન મળી રહે અને તેને જીવ બચી જાય તેટલા માટે જેપુર પે સેન્ટરની શાળા હેઠળની 13 શાળાના શિક્ષકોએ તેમની અંગત રકમમાંથી રકમ એકઠી કરીને 2 ઓક્સિજન કોન્સન્ટ્રેટર ખરીદ્યાં છે. શિક્ષકોએ 2 ઓક્સિજન કોન્સન્ટ્રેટરને આસપાસના ગામમાં વિનામૂલ્યે આપવાની જાહેરાત કરી. સોશિયલ મીડિયા મારફત મેસેજ આપીને ગામેગામ દર્દીઓને ઓકિસજનની જરૂર હોય તો કોન્સન્ટ્રેટર લઇ જવાની વાત વહેતી મૂકી હતી.

શિક્ષકોએ સોશિયલ મીડિયા મારફતે જાહેરાત કરી અત્યાર સુધીમાં ઘણા ગંભીર દર્દીઓને તાત્કાલિક ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ આપી જીવ બચાવ્યા છે. તેઓ દર્દીને હોસ્પિટલમાં ઓક્સિજન બેડ ન મળે ત્યાં સુધી વિનામૂલ્યે ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ પૂરાં પાડી મદદ કરી રહ્યા છે.

મારાં બહેનને આખી રાત ઓક્સિજન આપ્યો પછી સવારે વિસનગર દાખલ કર્યાં
મારા બહેન તેજલબેનને ઓકિસજનની જરૂરિયાત ઊભી થતા અમારા ગામમાં અગાઉ નોકરી કરતા શિક્ષક પાસેથી ઓકિસજનનું કોન્સન્ટ્રેટર લઇ આવ્યા હતા. આખી રાત મારા બહેનને તેનાથી ઓકિસજન આપ્યા પછી સવારે મારો ભાણેજ આવ્યો હતો અને મારા બહેનને વિસનગર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. હવે તેમની તબિયત સારી છે. > નાગજી ઠાકોર, કલ્યાણપુર,વડનગર

જરૂરિયાતમંદોને વિનામૂલ્યે અપાય છે
વડનગર તાલુકાના કલ્યાણપુર, વિજાપુર તાલુકાના ફલુ, રણશીપુર અ્ને હડિયોલ સહિતના ગામમાંથી કોરોનાથી પીડિત દર્દીઓની સારવાર માટે ઓક્સિજન કોન્સન્ટ્રેટર આપવામાં આવ્યા હોવાનું જેપુર પે સેન્ટર શાળાના આચાર્ય રાકેશ પટેલે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જરૂરિયાતમંદોને વિનામૂલ્યે ઓક્સિજન કોન્સન્ટ્રેટર પૂરાં પાડવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...