તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિયમનો ભંગ:સિવિલ સંકુલમાં રાત્રિ કરફ્યુમાં ચાની ચૂસકી યુવાનોને મોંઘી પડી : કીટલીનાં માલિક સહિત 6 યુવાનો વિરુદ્ધ ગુનો નોંધાયો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાત્રિ કરફ્યુ દરમિયાન પણ કીટલી ચાલુ રાખી જાહેરનામા નો ભંગ થતો હતો

ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સંકુલમાં રાત્રિ કરફ્યુ દરમિયાન ખુલ્લી રહેતી ચાઈ - જી નામની કીટલી આગળ બેસી ચાની ચૂસકી મારી ઠાગાઠૈયા કરનાર પાંચ યુવાનો સહિત કીટલીના માલિક વિરુદ્ધ સેકટર 7 પોલીસે કડકાઈથી કાર્યવાહી હાથ ધરી જાહેરનામા ભંગ તેમજ એપેડેમિક એકટ મુજબ ગુનો દાખલ કરી દેતા યુવાનોને ચાની ચૂસકી મોંઘી પડી હતી.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સંકુલ શહેરનાં નબીરાઓ માટે મોડી રાત સુધી ટાઈમ પાસ કરવાનું ફેવરિટ સ્થળ બની ગયું છે. સિવિલમાં ચાલતી કેન્ટીન તેમજ સંકુલમાં આવેલી ચાઈ - જી નામની કીટલી મોડી રાત સુધી ચાલુ રહેતી હોવાથી નગરના યુવાનો અહીં મોડી રાત સુધી ધામા નાખીને બેસી રહેતા હોય છે. સિવિલ હોસ્પિટલ હોવાનાના કારણે પાર્કિંગ એરિયા સહિતની ઝાડીઓમાં દારૂની મહેફિલ જામતી હોવાની વ્યાપક ફરિયાદો પણ ઉઠવા પામી છે.

ગઈકાલે રાત્રે સેકટર 7 પોલીસ મથકની ટીમ સિવિલ સંકુલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળી હતી. તે વખતે ચાઈ - જી નામની કીટલી ખુલ્લી જોવા મળી હતી. જ્યાં કેટલાક યુવાનો પણ બેસીને ચા નાસ્તો કરી રહ્યા હતા. આથી પોલીસે કીટલીનાં માલિક કીરપાલ ઝીલુંસિંહ ઉદાવત (રહે. અંબિકા ભવન, લેકાવાડા) ને રાત્રિ કરફ્યુ દરમિયાન પણ કીટલી ચાલુ રાખવાનું કડકાઈથી પૂછતાં તે સંતોષજનક જવાબ આપી શક્યો ન હતો.

સૌથી પહેલાં પોલીસે તેના વિરુદ્ધ જાહેરનામા ભંગ તેમજ એપેડેમિક એકટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આથી ત્યાં ટોળું વળીને બેઠેલા યુવાનો પણ ફફડી ઉઠયા હતા. ત્યારે પોલીસે ચાની ચૂસકી મારવા આવેલા મુકુંદ ગોપાલભાઈ કુછડીયાં (રહે સેકટર 27 એકતા નગર) આકાશ જુહાજી ઠાકોર (રહે વાલોલ), આશિષ મૂળજીભાઈ કુછડીયાં (સેકટર 27, પ્લોટ નં-628), કનુ રામાભાઈ રાવળ ( ઇન્દ્રોડા) તેમજ રવિ પંકજભાઇ દવે (સેકટર 25, પ્લોટ 116) વિરુદ્ધ પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...