તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:ટીબીના બેક્ટેરીયા 100માંથી 30 વ્યક્તિઓમાં હોય છે : કલેક્ટર

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવે તો પણ ટીબીનો ટેસ્ટ કરાવવો જોઇએ
 • ટીબી મુક્ત કરવા માટે જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા કામગીરી કરાઈ

ટીબીના બેક્ટેરીયા 100માંથી 30 વ્યક્તિઓના શરીરમાં હોય છે. ટીબીના ચેપી રોગમાંથી મુક્તિ મેળવવી હોય તો ડોટસની નિયમિત સારવાર લેવી જરૂરી હોવાનું જિલ્લા કલેક્ટરે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી પ્રસંગે જણાવ્યું હતું. વધુમાં કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવે તેમ છતાં ટીબીનો ટેસ્ટ ફરજિયાત કરાવવો જોઇએ.

જિલ્લાને ટીબી મુક્ત કરવા માટે જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. તેની વચ્ચે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી નિમિત્તે કાર્યક્રમ આંબેડકર હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા કલેક્ટર ડો.કુલદીપ આર્યએ જણાવ્યું છે કે ખાંસી આવતી ન હોય તેમ છતાં ટીબીની બિમારી હોય શકે છે. આથી ટીબીને કઇ રીતે શોધવા અને તે સૌથી અગત્યની બાબત છે. આ પ્રસંગે કલેક્ટરે ટીબીની ગ્રાઉન્ડ લેવલે કામગીરી કરી રહેલા કર્મચારીઓની પીઠ થાબડી હતી. ઉપરાંત કોરોના કાળમાં પણ આરોગ્ય કર્મચારીઓ અડીખમ રહીને કામગીરી સફળ બનાવી હોવાનો પણ ઉલ્લેખ કલેક્ટરે કર્યો હતો. વધુમાં ટીબીની બિમારીમાં જ સરકાર દવા અને સહાય આપે છે. ઉપરાંત સેવાભાવી સંસ્થાઓ દ્વારા દર્દીઓને પૌષ્ટિક અને ન્યુટ્રીશિયન ખોરાક પણ આપે છે. સેવાભાવી સંસ્થાઓની ટીબીના દર્દીઓ માટે કરાતી સેવાને પણ કલેક્ટરે બિરદાવી હતી.

ઘણાં લોકો દર્દીઓ ખાંસીને ઇગ્નોર કરે છે. ઉપરાંત શરમના માર્યા ઘણાં લોકો દર્દને પણ છુપાવે છે. તેમજ સારવાર લેવાને બદલે ભુવાના દોરા-ધાગા જેવી અંધશ્રદ્ધા છોડીને સમયસર ટીબીનું ટેસ્ટીંગ કરાવવું જોઇએ. જો ટીબીની બિમારીની ખબર પડે તો શરમ રાખ્યા વિના ડોટસનો છ માસનો કોર્ષ કરીને તંદુરસ્ત રહેવા જિલ્લા વિકાસ અધિકારી શાલીની દુહાને લોકોને અપીલ કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત નાયબ નિયામક ડો.ટી.કે.સોનીએ જણાવ્યું છે કે માત્ર એક દિવસનો કાર્યક્રમ નહી પરંતુ સતત ચાલતો રહેવો જોઇએ. જેથી વર્ષ-2025માં ટીબી મુક્ત ભારતના કેન્દ્ર સરકારના લક્ષાંક અને રાજ્યને વર્ષ-2022માં મુક્ત કરી શકાશે. આ પ્રસંગે લોકોમાં જનજાગૃત્તિ માટે ટીબી વાનને પ્રસ્થાન કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો