ચક્રવાતનું ચક્ર:ગુજરાત પ્રવેશેલા તાઉ-તે વાવાઝોડાની 35 કિ.મી.નો ઘેરાવો ધરાવતી આંખ, સેટેલાઇટ ઇમેજમાં જોવો ક્યાં નુકસાન નોતરશે

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાઉ-તે વાવાઝોડું દીવમાં વિનાશ વેરીને ઉના થઇને ગુજરાતમાં પ્રવેશ્યું છે. વાવાઝોડું ગુજરાતમાં પ્રવેશ્યું એ પહેલા સેટેલાઇટમાં તેની એક ઇમેજ બહાર આવી હતી. જેમાં વાવાઝોડાની 35 કિ.મી.નો ઘેરાવો ધરાવતી આંખ દર્શાવવામાં આવી છે. આ ઇમેજમાં ચક્રવાતનું જે ચક્ર દર્શાવવામાં આવ્યું છે તે ક્યાં નુકસાન નોતરશે જોઇ શકાય છે.

ઇમેજ પ્રમાણે આ જિલ્લાઓને વાવાઝોડું ઘમરોડશે
સેટેલાઇટ ઇમેજમાં જોઇ શકાય છેકે ગુજરાત તરફ આગળ વધતુ વાવાઝોડું જ્યારે ગુજરાતના દરિયે ત્રાટકશે ત્યારે આ 35 કિ.મી.ના ઘેરાવમાં તબાહી નોતરશે. જેમાં ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, જૂનાગઢ અને ભાવનગર જિલ્લામાં તબાહીનું તાંડવ કરી શકે છે.

દરિયો ગાંડોતુર ભારે પવન સાથે વરસાદ
વાવાઝોડાની અસર ગુજરાતના દરિયામાં જોવા મળી રહી છે. વલસાડથી લઇને વેરાવળ અને જામનગરથી લઇને કચ્છ સુધીના દરિયામાં કરન્ટ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે વિસ્તારમાં વાવાઝોડું અસર કરવાનું છે ત્યા દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યાં છે. દરિયા વિસ્તારમાં અને ગુજરાતના અન્ય કેટલાક પંથકોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. તો કેટલા સ્થળોમાં ધૂળની ડમરીઓ ઉડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...