તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશ:શિક્ષકોની બદલી થઈ હોવા છતાં છુટા નહીં કરવા તંત્રનો આદેશ

ગાંધીનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મતદાર યાદી સુધારણાની કામગીરી સાથે સંકળાયેલા
 • જિલ્લાફેર કે આંતરિક બદલી કરેલા શિક્ષકોને પણ નિયમ લાગુ

મતદાર યાદી સુધારણાની કામગીરીમાં રોકાયેેલા પ્રાથમિક શિક્ષકોની કોઇપણ પ્રકારની બદલી કરવામાં આવી હોય તેમ છતાં તેમને છુટા નહી કરવાનો રાજ્યના શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે. જોકે રાજ્યભરના જિલ્લાઓમાં વધ ઘટ, જિલ્લા આંતરિક ફેરબદલી સહિતના બદલી કેમ્પ યોજવામાં આવી રહ્યા છે.કોરોનાની મહામારીને પગલે હાલ વિદ્યાર્થીઓ શાળાઓમાં આવતા નથી. તેમ છતાં રાજ્યના શિક્ષણ વિભાગના આદેશથી રાજ્યભરના તમામ જિલ્લાઓમાં પ્રાથમિક શિક્ષકોના વધ ઘટ, જિલ્લા આંતરિક ફેરબદલી, જિલ્લા ફેરબદલી, જિલ્લા આંતરિક અરસ પરસ, જિલ્લાફેર અરસ પરસ બદલી કેમ્પો યોજવામાં આવી રહ્યા છે. બદલી કેમ્પ થકી રાજ્યભરના અનેક શિક્ષકોની નિયમોનુસાર બદલીઓ કરવામાં આવી છે.

જોકે ઉપરોક્ત તમામ બદલી કેમ્પો રાજ્ય સરકારની મંજુરીથી કરવામાં આવી રહ્યા હોવાથી સ્થાનિક કક્ષાએથી બદલી કેમ્પ રદ કરવા કે મોકુફ રાખવાની સુચના આપી શકાશે નહી તેવો આદેશ રાજ્યના શિક્ષણ વિભાગે કર્યો છે. પરંતુ આગામી જિલ્લા, તાલુકા પંચાયતની તેમજ મહાનગર પાલિકા અને નગરપાલિકાઓની ચુંટણીઓને ધ્યાનમાં રાખીને રાજ્યના ચુંટણી પંચ દ્વારા હાલમાં મતદાર યાદી સુધારણાની કામગીરી કરવામાં આવી રહી છે. મતદાર યાદી સુધારણાની કામગીરી પ્રાથમિક શિક્ષકોને સોંપવામાં આવી છે.

આથી બુથ લેવલ ઓફિસરની કામગીરી કરી રહેલા પ્રાથમિક શિક્ષકોની જો બદલી કરી હોય તેમ છતાં તારીખ 15મી, જાન્યુઆરી-2021 સુધી બદલી હુકમની અમલવારી કરવી નહી તેવો આદેશ રાજ્યના શિક્ષણ વિભાગે કર્યો છે.આમ રાજ્યના શિક્ષણ વિભાગ તરફથી કરવામા આવેલા આવા આદેશના કારણે હવે બદલી થયેલા શિક્ષકોએ પણ આવી કામગીરી કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો