છેલ્લા ચાર વર્ષથી પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે લેખિત તેમજ મૌખિક અનેક વખત રજુઆતો છતાં પ્રશ્નો નહી ઉકેલાતા તારીખ 2જી, ઓગસ્ટથી તલાટીઓએ અચોક્કસ મુદતની હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. જોકે ગ્રામ પંચાયતના મકાન ઉપર તિરંગા લહેરાવવાનું તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટની લગતી જ કામગીરી કરવાનો ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળે આદેશ કર્યો છે.
ગામડાની ગ્રામ પંચાયત કચેરીની વહિવટી સહિતની કામગીરી કરતા તલાટીઓના પ્રશ્નોને ઉકેલવા માટે ગત વર્ષ-2018, ગત તારીખ 7મી, સપ્ટેમ્બર-2021 અને તારીખ 5મી, ઓક્ટોબર-2021ના રોજ લેખિત તેમજ મૌખિક રજુઆત રાજ્ય સરકારમાં કરી હતી. પરંતુ રાજ્ય સરકાર દ્વારા તલાટીઓના પ્રશ્નો ઉકેલવામાં આંખ આડા કાન કરતી હતી.
આથી રાજ્યભરના તલાટી કમ મંત્રીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. પડતર પ્રશ્નો નહી ઉકેલાતા આરપારની લડાઇ લડી લેવાનું ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળની બેઠકમાં નક્કી થયું હતું. જેને પરિણામે તારીખ 2જી, ઓગસ્ટથી સમગ્ર રાજ્યભરના તલાટી કમ મંત્રીઓ અચોક્કસ મુદતની હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. તલાટી કમ મંત્રીઓની અચોક્કસ મુદતની હડતાલમાં બે જ પ્રકારની કામગીરી કરવાનો આદેશ કરાયો છે.
તલાટી કમ મંત્રીઓની માંગણીઓ
ગ્રામ પંચાયતની આ કામગીરી અટકી પડશે
ગ્રામ પંચાયતની મહેસુલી અને વ્યવસાય વેરાની વસુલાત, 14માં અને 15માં નાણાંપંચના કામગીરીની માહિતી, વહિવટી પત્રકો મોકલવા, ઓનલાઇન કામગીરી, જાતીના દાખલા, લગ્ન અને મરણના દાખલા, જન્મના દાખલા, વિધવા સહાય, ક્રિમિનલ દાખલા, સાતબારના દાખલા સહિતની કામગીરી અટકી પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.