ચીમકી:પડતર પ્રશ્નો મુદ્દે તલાટીઓ 2 ઓગસ્ટથી હડતાળ કરશે, સરકારને 1 ઓગસ્ટ સુધી ઉકેલ લાવવા અલ્ટીમેટમ

ગાંધીનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક

તલાટી કમ મંત્રીઓએ ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના શાસન વખતથી પ્રશ્નોની કરાતી રજૂઆતોનું નિરાકરણ ન આવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારને પણ રજૂઆત કરી હતી. જોકે પ્રશ્નોનું નિરાકરણ ન આવતા 9500 તલાટીએ 1 ઓગસ્ટ સુધીમાં ઉકેલ ન આવે તો 2 ઓગસ્ટથી અચોક્કસ મુદતની હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી છે.

તલાટી કમ મંત્રીઓએ ફિક્સ પગારની 5 વર્ષની નોકરી સળંગ ગણવાની માગ ગુજરાત રાજ્ય તલાટી-મંત્રી મહામંડળે કરી છે. આ બાબતે અગાઉ નાણામંત્રી કનુ દેસાઈ સાથે 4 મે, 2022ના રોજ મીટિંગ કરી હતી છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. સર્કલ ઇન્સ્પેક્ટર વર્ગ-3ની જગ્યાની વિસ્તરણ અધિકારી તરીકે અપગ્રેડ કર્યા પછી તેને પ્રથમ અને દ્વિતીય ઉચ્ચત્તર પગાર ધોરણ મળ્યા નથી તે મંજૂર કરવા અને પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણમાં મેળવવા પરીક્ષા રદ કરવાની માગ કરી હતી. તલાટીઓને પંચાયત વિભાગ ઉપરાંત અન્ય વિભાગની કામગીરી સોંપાય ત્યારે વધારાનું વળતર આપવાની માગ પણ તલાટીઓએ કરી છે.

અન્ય સમાચારો પણ છે...