કામાંધ બનેલા શખ્સની કરતૂત:ગાંધીનગરમાં પરિણીતાની એકલતાનો લાભ લઈ શખ્સે શારીરિક અડપલાં કર્યા, બીજા દિવસે પણ છેડતી કરતાં સામ સામે લાફા વાળી થઈ

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘર આગળ કપડાં ધોતી પરિણીતા સાથે અડપલાં કરવા લાગ્યો હતો

ગાંધીનગરના ડભોડા પોલીસ મથકની હદમાં આવેલા એક ગામમાં ઘરની બહાર કપડાં ધોઈ રહેલી 20 વર્ષીય પરિણીતાની એકલતાનો લાભ ઉઠાવી ગામના રહેતા કામાંધ શખ્સે કમરનાં ભાગે શારીરિક અડપલાં કર્યા હતા. ઈજ્જત જવાની બીકે પરિણીતા ચૂપ રહેતા બીજા દિવસે પણ શખ્સે છેડતી કરતા મામલો બિચક્યો હતો. પોતાને શાહુકાર સાબિત કરવા શખ્સે લાફો ઝીંકી દઈ ગાળાગાળી કરતાં પરિણીતાએ પણ શખ્સને લાફો ઝીંકી દીધો હતો. આ મામલે ડભોડા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

પરિણીતા સામે બિભત્સ ચેનચાળા કર્યા કરતો હતો
ડભોડા પોલીસ મથકની હદમાં આવેલા એક ગામમાં 20 વર્ષીય પરિણીતા પોતાના પરિવાર સાથે રહે છે. પરિણીતાના ઘરની સામે એક ભેંસો બાંધવાનો વાડો આવેલો છે. આથી તેમની પત્ની અને પુત્ર અવારનવાર વાડામાં ભેંસોના કામકાજ અર્થે આવતા રહેતાં હોય છે. છેલ્લા ઘણા સમયથી એક શખ્સ ભેંસોનાં વાડામાં કામ અર્થે આવીને ઘરમાં કામ કરતી પરિણીતા સામે બિભત્સ ચેનચાળા કર્યા કરતો હતો.

શારીરિક અડપલાં કરવાં લાગ્યો
શખ્સ ભેંસોનાં વાડામાં કામ અર્થે આવીને ઘરમાં કામ કરતી પરિણીતા સામે બિભત્સ ચેનચાળા કર્યા કરતો હતો, પણ બે પરિવાર વચ્ચે ઝગડો થાય નહીં એટલે પરિણીતા ચૂપ રહેતી હતી. પરંતુ શખ્સની કરતૂતો વધતી જતી રહી. આજથી પાંચ દિવસ અગાઉ પરિણીતા રાબેતા મુજબ ઘરની બહાર ચોકડીમાં કપડાં ધોવા બેઠી હતી. એ દરમિયાન સવારના સમયે ભેંસોનાં વાડામાં થઈને પરિણીતા પાસે પહોંચી ગયો હતો અને પરિણીતાની કમરમાં હાથ નાખી શારીરિક અડપલાં કરવાં લાગ્યો હતો.

અચાનક થયેલા શારીરિક હુમલાથી પરિણીતાએ ગભરાઈને બૂમ પાડી
અચાનક થયેલા શારીરિક હુમલાથી પરિણીતાએ ગભરાઈને જોરથી બૂમ પાડતા શખ્સ ભાગી ગયો હતો. બાદમાં રાત્રે પરિવારના સભ્યો ભેગા થતાં પરિણીતાએ શખ્સની કરતૂતની ફરિયાદ કરી હતી. આથી પરિવારજનોએ ઈજ્જત ન જાય અને ઝગડો ન થાય એ માટે શખ્સને સમજાવવા માટેનું નક્કી કર્યું હતું.

શખ્સને બિભત્સ ઈશારા કરતા પતિ પણ જોઈ ગયો
બીજા દિવસે પણ પરિણીતા કપડાં ધોવા બેઠી હતી. એ વખતે પણ શખ્સ ભેંસો ફેરવવાનાં બહાને પરિણીતાને સામે સીટીઓ મારીને બિભત્સ ઈશારા કરવા લાગ્યો હતો. જો કે આ વખતે પરિણીતાનો પતિ જોઈ ગયો હતો. એટલે શખ્સને બોલાવતા પરિણીતાએ આગલા દિવસની હરકત બાબતે વાત કરી હતી. એવામાં શખ્સે એકદમ ઉશ્કેરાઈ જઈને પરિણીતાને થપ્પડ મારી ગાળો બોલી તારાથી થાય એ કરી લેજે હું તો રોજ ઈશારા કરીશ એવું કહેવા લાગ્યો હતો.

પરિણીતાને પણ ગુસ્સો આવતાં તેણે શખ્સને લાફો ઝીંકી દીધો
આથી પરિણીતાને પણ ગુસ્સો આવતાં તેણે શખ્સને લાફો ઝીંકી દીધો હતો. આ મામલો ગરમાતા પરિવારના અન્ય સભ્યો પણ દોડી આવ્યા હતા. અને શખ્સ ત્યાંથી નીકળી ગયો હતો. બાદમાં આ શખ્સની કરતૂતથી કંટાળીને પરિણીતાએ ડભોડા પોલીસ મથકમાં શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...