રાજ્યના પોલીસ જવાનોને ગુના શોધવા અને આરોપીઓને પકડવા આધુનિક ટેક્નોલોજી સાથેના ઇક્વિપમેન્ટ આપવામાં આવશે જે માટે બજેટમાં અનેક નવી બાબતોની જોગવાઇ કરવામાં આવી છે. જે મુજબ પોકેટ કોપ એપ્લિકેશનના ઉપયોગ માટે 2500 જવાનોને 6.25 કરોડના ખર્ચે ટેબલેટ અપાશે. પકડાયેલા આરોપીને કંટ્રોલમાં લેવા માટે ગંભીર ઇજા ન થાય પરંતુ કરંટ લાગે તેવી આધુનિક ટીઝર ગન 4.25 કરોડના ખર્ચે ખરીદવામાં આવશે.
પોલીસની ભરતીની કામગીરીમાં વધુ અસરકારકતા લાવવા માટે પોલીસ ભરતી બોર્ડમાં વિવિધ 7 નવ જગ્યાઓને પણ બજેટમાં મંજૂરી આપવામાં આવી છે. પોલીસ તંત્ર હાલમાં ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવી રહી છે. ડ્રગ્સ અને આરોપી પકડાય તેવા સમયે તે ક્યા પ્રકારનો નશીલો પદાર્થ છે તેની સ્થળ પર જ ચકાસણી થઇ શકે તે માટે પોલીસને મોબાઇલ ડ્રગ્સ ટેસ્ટીંગ એનેલાઇઝર આપવામાં આવશે. 5.40 કરોડના ખર્ચે આ ઇક્વિપમેન્ટ્સ ખરીદાશે.
સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના બજેટમાં નવી બાબત તરીકે અમદાવાદ સાયન્સ સિટી ખાતે વર્ટિકલ આઇટી એન્ડ સાયન્સ પાર્કનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કામગીરી માટે બજેટમાં 10 કરોડ રૂપિયાની ફાળવણી કરાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.