એસ ટી નિગમ દ્વારા લાંબા અને ટુંકા અંતરવાળી બસોમાં જીપીએસ સિસ્ટમ ફીટ કરવામાં આવી છે. ઉપરાંત તેનું મોનીટરીંગ કરવાની દરેક ડેપોને સુચના આપી છે. પરંતુ યોગ્ય રીતે મોનીટરીંગ નહી થતું હોવાનું તપાસમાં બહાર આવતા જીપીએસ મોડ્યુલથી બસોનું સંચાલન નિયમિત કરવાનો આદેશ એસ ટી નિગમે ડેપોને આપ્યો છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્યભર તેમજ અન્ય રાજ્યોમાં લાંબા તેમજ ટુંકા તથા લોકલ, એક્સપ્રેસ, ગુર્જરનગરી, સુપર ડિલક્ષ, સિલ્પર, એસી સહિતની બસોમાં જીપીએસ સિસ્ટમ ફીટ કરવામાં આવી છે. જોકે જીપીએસ સિસ્ટમથી બસો રૂટ ઉપર સમયસર દોડે છે. નિયત કરેલા અન્ય સ્ટેન્ડ ઉપર ઉભી રહે છે કે નહી. ઉપરાંત નિયત કરેલા મુસાફરો લેવાનું તેમજ ઉતારવાનું કામ કરવામાં આવે છે. બસ રૂટ માટે નિયત કરેલા સમયનું પાલન થાય છે કે નહી સહિતની ચકાસણી જીપીએસ સિસ્ટમથી કરવાની નિગમ દ્વારા સુચના આપવામાં આવી હતી. જોકે એસ ટી નિગમની સુચના હોવા છતાં ડેપોના સંચાલકો દ્વારા યોગ્ય રીતે બસોનું મોનીટરીંગ કરવામાં આવતું નહી હોવાનું નિગમની તપાસમાં બહાર આવ્યુું હતું.
આથી એસ ટી નિગમે આદેશ કર્યો છે કે આપના તાબાની બસોનું યોગ્ય રીતે સંચાલનની નિયમિતતામાં સુધારો કરવાની એસ ટી નિગમે સુચના આપી છે. ઉપરાંત ડેપો વાઇઝ કરવામાં આવતો જીપીએસ મોડ્યુલના ઘનિષ્ટ મોનીટરીંગથી સંચાલનકીય નિયમિતતામાં સુધારો આવ્યો છે કે નહી તેનો રિપોર્ટ કરવાનો આદેશ કર્યો છે. ડેઇલી ટ્રીપની સંખ્યા નીલ કરવાની સુચના આપવામાં આવી છે. જોકે એસ ટી ડેપોના સંચાલકો દ્વારા જીપીએસ સીસ્ટમથી કરીને ડેઇલી રિપોર્ટ નીલ મોકલવાની સુચના એસ ટી નિગમે રાજ્યભરના તમામ ડેપોના મેનેજરોને આપવામાં આવી છે.
જો મોનીટરીંગની કામગીરીમાં અસરકારક કામગીરી જોવા નહી મળે તો વિભાગ દ્વારા નિયમોનુસાર પગલાં લેવામાં આવશે તેવો ઉલ્લેખ નિગમના આદેશમાં હોવાનું કર્મચારીઓએ જણાવ્યું છે. રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્યભર તેમજ અન્ય રાજ્યોમાં લાંબા તેમજ ટુંકા તથા લોકલ, એક્સપ્રેસ, ગુર્જરનગરી, સુપર ડિલક્ષ, સિલ્પર, એસી સહિતની બસોમાં જીપીએસ સિસ્ટમ ફીટ કરવામાં આવી છે. જોકે જીપીએસ સિસ્ટમથી બસો રૂટ ઉપર સમયસર દોડે છે. નિયત કરેલા અન્ય સ્ટેન્ડ ઉપર ઉભી રહે છે કે નહી. ઉપરાંત નિયત કરેલા મુસાફરો લેવાનું તેમજ ઉતારવાનું કામ કરવામાં આવે છે. નિયત નીયમોનું પાલન થાય છે કે, નહીં તે જોવા નીગમે આદેશ આપ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.