તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:ગ્રેડ પેની માગ માટે કાલથી પરિવાર સાથે પ્રાથમિક શિક્ષકોના ઘરે પ્રતીક ઉપવાસ

ગાંધીનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સોશિયલ મીડિયા ઉપર લડત ચલાવતા રાજ્યના 65000 શિક્ષકો 7મીથી 9મી સુધી ન્યાય માટે રજૂઆત કરશે

પ્રાથમિક શિક્ષકો ગ્રેડ પે 4200 આપવાની માંગણી સાથે ટ્વિટર સહિત સોશિયલ મીડિયા ઉપર લડત ચલાવે છે. ત્યારે રાજ્યભરના 65000 પ્રાથમિક શિક્ષકો ગ્રેડ પેની માંગણી સાથે પોતાના ઘરે પરિવાર સાથે 7મીને સોમવારથી 9મી બુધવાર સુધી પ્રતિક ઉપવાસ કરીને વિરોધ કરશે. ઉપરાંત શિક્ષકો પ્રતિક ઉપવાસના ફોટા ટ્વિટર સહિતના સોશિયલ મીડિયા ઉપર મુકશે.રાજ્યના શિક્ષણ વિભાગે સરકારી કર્મચારીઓમાં પ્રાથમિક શિક્ષકોની એક જ કેડરમાં પગાર ગ્રેડેશન વિવિધ આપી વિસંગતતા ઉભી કરી છે.

તેમાં રાજ્યભરના પ્રાથમિક શિક્ષકોને અગાઉ નવ વર્ષની નોકરી દરમિયાન પ્રથમ ઉચ્ચત્તર પગારધોરણનો લાભ મળતો હતો. જેમાં શિક્ષકોને ગ્રેડ પે 4200ના આધારે પગારમાં વધારો થતો હતો. જોકે રાજ્યના શિક્ષણ વિભાગે બે વર્ષ અગાઉ પરિપત્ર કરીને 2010 પછી ભરતી થયેલા પ્રાથમિક શિક્ષકોને મળવાપાત્ર 9 વર્ષના પ્રથમ ઉચ્ચત્તર પગારધોરણનો ગ્રેડ પે 4200થી ઘટાડીને 2800 કરી દીધો હતો. આથી પ્રાથમિક શિક્ષકોની એક જ કેડર હોવા છતાં 2009 ડિસેમ્બર સુધીમાં ભરતી થયેલા પ્રાથમિક શિક્ષકોને 4200નો ગ્રેડ પેનો લાભ મળે જ્યારે જાન્યુઆરી-2010માં ભરતી થયેલા શિક્ષકોને 2800 ગ્રેડ પેનો લાભ મળે. આવી વિસંગતતાને લીધે વર્ષ-2010 પછી ભરતી થયેલા પ્રાથમિક શિક્ષકોને દર મહિને પગારમાં રૂપિયા 9થી 10 હજારનું આર્થિક નુકશાન થઇ રહ્યું છે.

શાળાઓમાં વર્ષ-2010 પછી ભરતી કરાયેલા પ્રાથમિક શિક્ષકોને ગ્રેડ પેના મામલે થઇ રહેલા અન્યાયના વિરોધમાં છેલ્લા બે વર્ષથી લડત ચલાવી રહ્યા છે. ઉપરાંત છેલ્લા એક વર્ષથી ટ્વીટર સહિતના સોશિયલ મિડિયામાં વિરોધ કરી રહેલા શિક્ષકો પોતાના પરિવાર સાથે પ્રતિક ઉપવાસ કરીને વિરોધ કરશે. જેમાં તારીખ 7મી, સોમવારથી 9મી, બુધવાર સુધીમાં રાજ્યભરના 65000 શિક્ષકો પોતાના ઘરે જ પરિવાર સાથે પ્રતિક ઉપવાસ કરી ગ્રેડ-પે 4200 કરવાની માંગણી સાથેના ફોટા સોશિયલ મિડિયામાં અપલોડ કરશે તેમ શિક્ષકોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો