નિવૃત્ત કર્મચારીને હટાવવાના ઠરાવ અંગે કામગીરી:મનપામાં નિવૃત્તિ પછી કામ કરતાં 10થી વધુ અધિકારી-કર્મચારી પર લટકતી તલવાર!

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારની મંજૂરી વિના રખાયેલા નિવૃત્ત કર્મચારીને હટાવવાના ઠરાવ અંગે કામગીરી થશે

સરકારની પૂર્વ મંજૂરી વિના આઉટસોર્સમાં કામ કરતાં નિવૃત અધિકારી-કર્મચારીઓને છૂટા કરવા આદેશ કરવામાં આવ્યો છે. જેમાં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ઠરાવ કરાયો છે જેમાં મંજૂરી વગર રખાયેલા નિવૃત સરકારી અધિકારી-કર્મચારીઓની નિમણુંકોને તાત્કાલિક અસરથી અંત લાવીને સરકારને જાણ કરવા સૂચના અપાઈ છે. જેને પગલે કમિશનર ધવલ પટેલ દ્વારા વિવિધ વિભાગોમાં કામ કરતાં નિવૃત સરકારી કર્મચારીઓની વિગત મંગાવી છે.

સરકારના આદેશને જોતા ગાંધીનગર કોર્પોરેશનમાં આઉટસોર્સિગથી કામ કરતાં અંદાજે 10થી વધુ નિવૃત કર્મચારીઓ પર લટકતી તલવાર જેવી સ્થિતિ છે. જેમાં ક્લાર્કથી લઈને ક્લાસ-1 અધિકારી જેવા પદો પર નિવૃત સરકારી કર્મચારીઓ છે. જેમાં મહત્વના પદના ગણાતા સિટી ઈજનેરના પદ પર જ નિવૃત્ત અધિકારી ભરત પંડ્યા છે.

આ સિવાય મિકેનિકલમાં ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર પદે રહેલાં ધર્મેન્દ્ર છાયા તથા ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર ઈલેક્ટ્રિકલમાં ભરત પટેલ, ઉપરાંત એ. એ. રતાણી જેવા અધિકારીઓ નિવૃતી પછી કામ રહ્યાં હોવાની માહિતી છે. મહેકમ શાખામાં 2 કર્મચારી, બાગાયત, ઈજનેર શાખાઓમાં નિવૃત કર્મચારીઓ હાલ કામ કરી રહ્યાં છે.

માનીતા કર્મચારીઓને લાવવાની પરંપરા !
કોર્પોરેશનથી લઈને મોટાભાગની સરકારી કચેરીઓમાં જરૂરિયાત મુજબ આઉટસોર્સથી માણસો લેવાય છે. જેમાં મોટાભાગે અધિકારીઓ દ્વારા પોતાના માનિતા કર્મચારીઓને રાખવાની પરંપરા છે. તો કોર્પોરેશનમાં અધિકારીઓ ઉપરાંત સત્તાધારી પક્ષના પદાધિકારીઓ દ્વારા પોતાના માનિતા અધિકારીનો લવાય છે. ત્યારે ગાંધીનગરમાં રહેલાં આવા કેટલાક કર્મચારીઓને છુટા કરાય તો નવાય નહીં.

ગુડાએ મંજૂુરી વિના ભરતી કરેલા 7 નિવૃત્ત કર્મચારીને છૂટા કરી દીધા
ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળે મંજુરી નહી લીધેલા આઉટસોર્સિંગ 7 કર્મચારીઓને છુટા કર્યા છે. તેમાં બે કર્મચારીઓ ક્લાસ-2ની પોસ્ટ ઉપર અને પાંચ કર્મચારીઓ ક્લાસ-3ની પોસ્ટ ઉપર ફરજ બજાવતા હતા. જેમાં ક્લાસ-2ની પોસ્ટ ઉપર ફરજ બજાવતા નિવૃત્ત કર્મચારીઓ અંદાજે સાતેક વર્ષથી ફરજ બજાવતા હતા. જ્યારે વર્ગ-3ની પોસ્ટ ઉપર ફરજ બજાવતા આઉટસોર્સિંગ પાચેક કર્મચારીઓ દસેક મહિના થયું હોવાનું છે.

અન્ય સમાચારો પણ છે...