તંત્ર એલર્ટ મોડમાં:જિલ્લામાં સ્વાઇન ફ્લુએ દેખા દીધી, દહેગામના આધેડ સંક્રમિત

ગાંધીનગર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્વાઇનફ્લુના જિલ્લામાં 2 કેસ થતાં તંત્ર એલર્ટ મોડમાં

જિલ્લામાં કોરોનાની ચોથી લહેરની વચ્ચે સ્વાઇનફ્લુના કેસ બે થયા છે. મેદરાની સગર્ભા મહિલા બાદ દહેગામના આધેડ સ્વાઇનફ્લુની ઝપટમાં આવ્યા છે. ત્યારે લોકોમાં જાગૃત્તિ માટે આરોગ્ય તંત્ર દ્વારા પેમફ્લેટની વહેંચણી કરી છે. છેલ્લા ચારેક વર્ષથી જિલ્લામાં સ્વાઇનફ્લુનો કેસમાં નોંધપાત્ર વધારો થયો નથી. જોકે ગત વર્ષે જિલ્લામાં એચ1 એન1નો એક કેસ નોંધાયા બાદ બીજા કેસ નોંધાયા નહી. પરંતુ હાલમાં કોરોનાની ચોથી લહેરને પગલે કોરોનાના કેસમાં ઉછાળો આવી રહ્યો છે.

તેની વચ્ચે સ્વાઇનફ્લુના કેસ સામે આવતા આરોગ્ય તંત્રની નિંદર હરામ બની છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સ્વાઇનફ્લુના બે કેસ નોંધાયા છે. તેમાં અગાઉ મેદરાની 21 વર્ષીય સ્વાઇનફ્લુની ઝપટમાં આવી હતી. જોકે મહિલા સગર્ભા હોવાથી તેને ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યારે ત્રણ દિવસ બાદ શનિવારે જિલ્લાના દહેગામ તાલુકામાંથી સ્વાઇનફ્લુનો એક કેસ નોંધાયો છે.

તેમાં દહેગામ નગરપાલિકા વિસ્તારમાં રહેતા 52 વર્ષીય આધેડનો એચ1એન1નો રિપોર્ટ પોઝિટીવ આવતા અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જિલ્લા આરોગ્ય તંત્રએ જણાવ્યું છે. જિલ્લાના આરોગ્ય વિભાગે એચ1એન1 સિઝનલ ફ્લુથી પરિવારને કેવી રીતે બચાવી શકશો તે અંગેની જાણકારી આપતા પેમફ્લેટનું વિતરણ કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...