બેમુદતી હડતાળ:સફાઈ કામદારોની હડતાળથી કામગીરી ઠપ: નગરજનો ત્રસ્ત

ગાંધીનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતાં સફાઈ કામદારો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે. સફાઈ કામદારો સ્માર્ટ વોચ બંધ કરવા અથવા મનપામાં સમાવવા, પગાર સ્લીપ, પીએફ, પગાર બાબતમાં થતા ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે હડતાળ પર ઉતરી ગયા છે. ગ્રીન ગ્લોબલ એજન્સીમાં કામ કરતાં કામદારો દ્વારા તાત્કાલિક પાસબુક તથા એટીએમ આપવા સહિતની માંગણીઓ કરી છે.

આ અંગે ગુજરાત સફાઈ કામદાર મહામંડળના પ્રમુખ કિરીટ વાઘેલાએ મ્યુનિસિપલ કમિશનરને 1 ઓક્ટોબરે જ લેખિત રજૂઆત કરી હતી. જે બાદ કામદારો 2 ઓક્ટોબરથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે. કામગારોની હડતાળને પગલે નવા વિસ્તારોમાં સફાઈની કામગીરી અટકી પડી છે. જેને પગલે હવે કોર્પોરેશનની નવી બોડી સફાઈ કામદારોના પ્રશ્નોનો ઉકેલ લાવશે તેવી લાગણી કામદારોની છે.

અન્ય સમાચારો પણ છે...