રજૂઆત:મનપામાં સમાવી લેવા સફાઈ કામદારોની મુખ્યમંત્રીને અરજ

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોર્પોરેશનમાં સમાવી લેવાની માંગણી સાથે છેલ્લા 14 દિવસથી સફાઈ કામદારોની હડતાળ ચાલે છે. - Divya Bhaskar
કોર્પોરેશનમાં સમાવી લેવાની માંગણી સાથે છેલ્લા 14 દિવસથી સફાઈ કામદારોની હડતાળ ચાલે છે.
  • 14 દિવસથી ચાલતી હડતાળનો અંત લાવવા મહામંડળની લેખિત રજૂઆત

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવી લેવાની માગણી સાથે ચાલતી સફાઈ કામદારોની હડતાળના 14મા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરાઈ છે. ગુજરાત સફાઈ કામદાર મહામંડળના પ્રમુખ કિરીટભાઈ વાઘેલાની રજૂઆત પ્રમાણે કોર્પોરેશનમાં ચાલતા સફાઈના કોન્ટ્રાક્ટમાં 400 જેટલા સફાઈ કામદાર 6 વર્ષથી સફાઈ કરે છે. સતત શોષણ અમાનુષી, ગુલામ હી પદ્ધતિ-નીતિમાંથી મુક્ત કરાવવા રજૂઆત કરાઈ છે. સાથે જ કામગારોને મનપામાં કાયમી કે રોજમદાર તરીકે સમાવવા કામદારોની માગણી છે.

સફાઈ કામદારોએ તેમની માંગણી સંદર્ભે પગલાં લઈને 14 દિવસથી ચાલતી હડતાળનો અંત લાવવા અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગર કોર્પોરેશનના સફાઈ કામદારો છેલ્લા એકાદ મહિનાથી અલગ-અલગ બાબતે લડત ચલાવી રહ્યા છે. અગાઉ પગાર કાપ, સ્માર્ટ વોચ સહિતના મુદ્દે સફાઈ કામદારો હડતાળ પાડી આંદોલન શરૂ કર્યું હતું. જે બાદ 14 દિવસથી કામદારો પોતાને મનપામાં સમાવી લેવા માટે આંદોલન કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...