તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હોબાળો:પગાર મોડો થતાં સેક્ટર-2માં સફાઈ કામદારોનો હોબાળો

ગાંધીનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલાક જેવી રકઝક બાદ મામલો થાળે પડ્યો

ગાંધીનગર કોર્પોરેશનમાં એજન્સી મારફતે કામ કરતાં સફાઈ કામદારોની હાલત પહેલાંથી જ ખરાબ છે. પગાર કાપી લેવાથી લઈને પગાર ઓછો અપાતો હોવાની અનેક ફરિયાદ અધિકારીઓના બહેરાકાને પહોંચતી નથી. ત્યારે આ બધા વચ્ચે ગુરુવારે સવારે સેક્ટર-2 ખાતે સફાઈ કામદારોએ હોબાળો મચાવ્યો હતો. આધારભૂત સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે 10 તારીખ થઈ ગઈ હોવા છતાં સફાઈ કામદારોને પગાર મળ્યો ન હોવાને પગલે તેઓએ હોબાળો કર્યો હતો.

જોકે એજન્સી માટે કામ કરતાં સુપરવાઈઝર સહિતના લોકોએ કલાક સુધી કામદારો સાથે ચર્ચા વિચારણા અને માથાકુટ કરીને તેમને સમજાવી લીધા હતા. જેમાં તાત્કાલિક ધોરણે પગાર કરી દેવાની બાહેંધરી અપાતા મામલો થાળે પડ્યો હોવાની વાત છે. અનેક ફરિયાદ થતાં કોર્પોરેશનની તંત્ર અને અગાઉના પદાધિકારીઓની માનીતી એજન્સીઓના બીલો લગભગ ક્યારેય અટકતાં નથી. આમ છતાં પગાર પર જીવન ગુજારતા કામગારોના પગાર મોડા થવાથી લઈને પગાર કાપી લેવાની ફરિયાદો ઉઠે છે. સફાઈમાં બેદરકારી અંગે અનેક નોટિસો, ઓછા સ્ટાફ સાથે કામગીરી અને ઓછો પગાર અપાતા હોવાની ફરિયાદો છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાતા નથી.

અન્ય સમાચારો પણ છે...