તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હત્યા:ઇટાદરા ગામમાં શંકાશીલ પતિએ પાઇપ ફટકારી પત્નીને મોતને ઘાટ ઉતારી દેતા ભારે અરેરાટી

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઇજાગ્રસ્ત મહિલાને માણસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી
 • મૃતક મહિલાની માતાની ફરિયાદ લઈ આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરાઈ
 • પ્રકાશ નાની-નાની બાબતોમાં પત્ની પર શંકા કરવા લાગતા બંને વચ્ચે અવાર-નવાર ઝઘડા પણ થતા હતા

માણસાના ઇટાદરા ગામે ગઈકાલે સાંજે એક મહિનાથી પિયરમાં રહેવા આવેલી પરિણિતાનો પતિ અચાનક તેના ઘરે આવી ચડયો હતો અને પત્ની પર શક અને વહેમ રાખી ઉશ્કેરાઈ જઈ લોખંડની પાઇપ વડે માથામાં તેમજ મોઢાના ભાગે ફટકા મારી જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી ભાગી છૂટ્યો હતો આ બનાવ માણસા પોલીસને જાણ થતા તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી મૃતક મહિલાની માતાની ફરિયાદ લઈ આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી.

ઇટાદરામાં રાવળવાસમાં રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ભરણપોષણ કરતા દશરથભાઈ ભીખાભાઈ રાવળના ચાર સંતાનો પૈકી સૌથી મોટી 25 વર્ષીય પુત્રી પુનમબેનના લગ્ન આશરે આઠ વર્ષ અગાઉ મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના મુદરડા ગામે રહેતા પ્રકાશ રમેશભાઈ રાવળ સાથે કરવામાં આવ્યા હતા અમે તેમના લગ્ન જીવન દરમિયાન બંને એક પુત્રી અને એક પુત્રના માતા-પિતા બન્યા હતા. જોકે તેમના સુખી લગ્નજીવનમાં આટલા વર્ષો બાદ છૂટક મજૂરી કરીને રહેતો પુનમબેનનો પતિ પ્રકાશ નાની નાની બાબતોમાં પત્ની ઉપર શંકા અને વહેમ રાખવા લાગ્યો હતો અને આ બાબતે બંને વચ્ચે અવાર-નવાર નાના મોટા ઝઘડા પણ થતા હતા જેમાં એક મહિના અગાઉ પ્રકાશ રાવળ પોતાની પત્નીને ખોટો વહેમ રાખીને તેના પિયર ઇટાદરા ગામે મૂકીને જતો રહ્યો હતો ત્યારથી પુનમબેન પોતાના બે બાળકો સાથે પિયરમાં માતા-પિતા સાથે રહેતા હતા.

ગઈકાલે મોડી સાંજે સાડા સાત વાગ્યાના સુમારે પુનમબેન ઘરે એકલા બેસીને જમતા હતા અને તેમના માતા ગામમાં કઈ વસ્તુ ખરીદવા ગયા હતા તે દરમ્યાન આ મહિલાનો પતિ હાથમાં લોખંડની પાઇપ લઈને અચાનક અહીં તેના ઘરે આવી પહોંચ્યો હતો અને શંકાશીલ સ્વભાવના કારણે કોઈ બાબતે ઉશ્કેરાઈ જઇ પત્ની પર લોખંડની પાઇપ વડે જઇ પત્ની પર લોખંડની પાઇપ વડે જીવલેણ હુમલો કરી માથાના ભાગે તેમજ મોઢાના ભાગે ઉપરા ઉપરી ફટકા મારી લોહી લુહાણ કરી ત્યાંથી ભાગી છૂટ્યો હતો અને આ વખતે ભારે હોબાળો થતાં આજુબાજુથી દોડી આવેલા લોકોએ તાત્કાલિક ઇજાગ્રસ્ત મહિલાને માણસા સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી પરંતુ ફરજ પરના ડોક્ટરે મહિલાને મરણ પામેલી જાહેર કરી હતી.

બીજી બાજુ ઘટનાની જાણ માણસા પોલીસને થતા પોલીસ પણ ઇટાદરા ગામે પહોંચી ગઈ હતી અને બનાવ સંદર્ભે માહિતી મેળવી મૃતક પુનમબેન ના માતાની ફરિયાદ નોંધી ખૂન કરી ભાગી છૂટનાર મૃતકના પતિ પ્રકાશને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો