તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:સસ્પેન્ડેડ IAS ગૌરવ દહિયા ગુજરાતની કોવિડ-19 સામેની જંગમાં સેવા કરવા આતુર, ચીફ સેક્રેટરીને પત્ર લખી સસ્પેન્શન પાછું ખેંચવા માગણી કરી

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગૌરવ દહિયાની ફાઈલ તસવીર - Divya Bhaskar
ગૌરવ દહિયાની ફાઈલ તસવીર
  • ગુજરાતના સસ્પેન્ડેડ IAS ગૌરવ દહિયા એમ.બી.બી.એસ અને એમ.ડી થયેલા છે.
  • સ્વાઈન ફ્લૂની મહામારી સમયે કરેલી પોતાની મહત્વપૂર્ણ કામગીરીને યાદ કરી.
  • ચીફ સેક્રેટરીને પત્ર લખીને ગૌરવ દહિયાની પોતાનું સસ્પેન્શન પાછું ખેંચવા ભલામણ.

ગુજરાતના સસ્પેન્ડેડ IAS ગૌરવ દહિયા હાલ ક્યાંય ફરજ પર નથી. પરંતુ તેઓ પોતે ડોકટર છે અને ઘણા સમય સુધી તેમણે હેલ્થ વિભાગમાં કામગીરી કરી હતી. હાલ તેઓ સરકારને ક્યાંય હેલ્થ વિભાગમાં મદદ કરી શકતા નથી તેમજ તેઓ સસ્પેન્ડ હોવાથી તેમના અનુભવનો પણ ઉપયોગ હાલની પરિસ્થિતિમાં થઈ શકતો નથી. એવામાં તેમણે રાજ્યના ચીફ સેક્રેટરીને પત્ર લખીને કોરોનાકાળમાં તેમનું સસ્પેન્શન પાછું ખેંચવામાં આવે તેવી ભલામણ કરી છે. જેથી તેઓ કોરોના સામે લડી રહેલા ગુજરાતની જંગમાં પોતાનું યોગદાન આપી શકે.

સસ્પેન્ડેડ ગૌરવ દહિયાની કોરોના દર્દીઓની સેવા કરવાની ઈચ્છા
ગૌરવ દહિયા નવી દિલ્હીની AIIMSમાંથી એમ.બી.બી.એસ અને એમ.ડી થયેલા છે. તેમણે પોતાના પત્રમાં કહ્યું છે કે, મેડિકલ અને હેલ્થકેરની આ ઈમરજન્સીની સ્થિતિમાં તેમને ગુજરાતના લોકોથી દૂર રાખવામાં આવી રહ્યા છે. તેમણે રાજ્યના સ્વાસ્થ્ય વિભાગમાં કામ કરેલું છે અને સ્વાઈન ફ્લુની મહામારી દરમિયાન રાજ્યમાં મહત્વપૂર્ણ કામગીરી કરી હતી. પત્રમાં વધુમાં કહેવાયું છે, હાલ દરેક જગ્યાએ ઓક્સિજન સપ્લાય, બેડ્સ, દવાઓ, વેન્ટિલેટર તથા અન્ય સાધનોની અછત છે, જેમાં અસરકારક ડિઝાસ્ટર મેનેજમેન્ટની જરૂર છે.

ડો. ગૌરવ દહિયાએ એમ.બી.બી.એસ અને એમ.ડી સુધીનો અભ્યાસ કરેલો છે.
ડો. ગૌરવ દહિયાએ એમ.બી.બી.એસ અને એમ.ડી સુધીનો અભ્યાસ કરેલો છે.

હાલમાં રાજ્યમાં મેડિકલ સ્ટાફની અછત
ગૌરવ દહિતા પત્રમાં આગળ લખે છે, જ્યારે કોરોનાની બીજી વેવની ગુજરાતમાં આટલી ખરાબ અસર થઈ છે ત્યારે તેમનો ડિઝાસ્ટર મેનેજમેન્ટનો અનુભવ, જાણકારી તથા મેડિકલ એક્સપર્ટીઝ ગુજરાતના લોકો માટે જરૂરી છે. નોંધનીય છે કે કોરોનાની આ મહામારીના બીજા વેવમાં રાજ્યમાં નવા કેસોની સંખ્યા 14 હજારને પણ પાર પહોંચી હતી. એવામાં મેડિકલ સ્ટાફ પર કામનો ખૂબ બોજો પડી ગયો હતો. એકબાજુ જ્યારે રાજ્યમાં મેડિકલ સ્ટાફની અછત વર્તાઈ રહી છે, એવામાં સરકાર દ્વારા સસ્પેન્શનના કારણે ડો. દહિયા ઘરે બેસીને આ સ્થિતિને જોવા મજબૂર છે.

મહામારીના આ સમયમાં ગુજરાતના લોકોની સેવા કરવાની ઈચ્છા
મહામારીના આ સમયમાં ગુજરાતના લોકોની સેવા કરવાની ઈચ્છા

એમ.બી.બી.એસ અને એમ.ડી થયેલા છે ગૌરવ દહિયા
નોંધનીય છે કે કથિત પ્રેમ પ્રકરણમાં ડો.ગૌરવ દહિયાને ગુજરાત સરકારે સસ્પેન્ડ કરી દીધા હતા. આ પહેલા હેલ્થ વિભાગના અનુભવ ધરાવતા ગૌરવ દહિયા પોતાના સોશિયલ મીડિયા માધ્યમથી એક્ટિવ થયા હતા. કોવિડ 19 વૉરિયર્સ નામનું ફેસબુક પેજ બનાવીને ગૌરવ દહિયા તેમાં દેશ અને વિદેશની કોરોના સામેની સક્સેસ સ્ટોરી, ટ્રીટમેન્ટ અને અન્ય બાબતો શેર કરી હતી. તેઓ કોરોનાની હાલની સ્થિતિમાં વિશ્વમાં ક્યાં કઈ રીતે કોરોના સામે કામ થઈ રહ્યું છે કોરોના વૉરિયર્સ કઇ સ્થિતિ છે જેવી બાબતોની લિંક પણ મૂકી રહ્યા હતા.