તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:આડાસંબંધની શંકાએ પતિએ પથ્થરો મારી પત્નીની હત્યા કરી

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
રાયપુર ગામની કેનાલ પાસે મળેલી લાશમાં હત્યાનો ભેદ ઉકેલીને એલસીબીએ મૃતકના પતિની ધરપકડ કરવામા આવી હતી. - Divya Bhaskar
રાયપુર ગામની કેનાલ પાસે મળેલી લાશમાં હત્યાનો ભેદ ઉકેલીને એલસીબીએ મૃતકના પતિની ધરપકડ કરવામા આવી હતી.
 • રાયપુર કેનાલ પાસે મળેલી યુવતીની લાશનો ભેદ ઉકેલી LCB-1એ આરોપીની ધરપકડ કરી
 • પ્રેમલગ્ન કરનાર મૂળ ઓડિસાના દંપતિમાં પતિ દહેગામ અને પત્ની દિલ્હી રહેતી હતી

રાયપુર ખાતે કેનાલ પાસેથી મળેલી યુવતીની લાશનો ભેદ ઉકેલાયો છે. યુવતી ઓડિસાની હોવાનું તથા હત્યારો તેનો જ પતિ હોવાનું સામે આવ્યું છે. આરોપી દહેગામની કંપનીમાં નોકરી કરે છે અને મૃતક દિલ્હી ખાતે રહેતી હતી. પતિને મળવા આવી ત્યારે આરોપીએ શંકા અને ગુસ્સામાં પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. 24 ડિસેમ્બરે રાયપુર નર્મદા કેનાલ નજીક ઝાડીમાંથી અજાણી યુવતીની લાશ મળી હતી. જેના માથા તથા શરીરે તીક્ષ્ણ હથિયારના ઘા મળ્યા હતા.

આ કેસમાં રેન્જ આઈજી અભય ચુડાસમા તથા પોલીસ વડા મયુર ચાવડાની કડક સુચનાથી જિલ્લા પોલીસની વિવિધ ટીમો તપાસમાં લાગી હતી. એલીસીબી-1 પીઆઈ જે. જી. વાઘેલાના માર્ગદર્શનમાં ટીમે કેસની તપાસ શરૂ કરી હતી. ઘટના સ્થળેથી મળેલા પર્સમાં પડેલા આધારકાર્ડથી યુવતી ઓડિસાની જ્યોત્સના બ્રુષભભાઈ મોના (રહે-સીલેટપાડા, ઉડેનબુદ્ધ) હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે પોલીસે આ દિશામાં તપાસ કરતાં મૃતકે ઓડિસાના સુજીત કુંજાભાઈ કુમ્હાર (મૂળ-જામઝરણ ગામ) સાથે પ્રેમલગ્ન કરેલા હોવાનું તથા સુજીત દહેગામના ચીસકારી પાસે આવેલી સ્લીકમાયક કંપનીમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું હતું. જેને પગલે પોલીસે મૃતકના પતિને ઝડપીને તેની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં આરોપી ભાગી પડ્યો હતો અને તેને ગુનાની કબૂલાત કરી હતી. જેને પગલે પોલીસે તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

પત્નીનો ફોન વારંવાર વ્યસ્ત રહેતાં પતિને તેના આડાસંબંધોની શંકા હતી
મૃતક જ્યોત્સના દિલ્હી રહેતી હતી, દહેગામ રહેતો પતિ વારંવાર ફોન કરતો તે વખતે પત્નીનો ફોન વ્યસ્ત રહેતાે પતિને શંકા હતી કે પત્નીને અન્ય કોઈ સાથે પ્રેમસંબંધ છે. જે મુદ્દે બંને વચ્ચે મનદુઃખ થતાં જ્યોત્સના 23 ડિસેમ્બરે પતિને મળવા માટે આવી હતી.

દહેગામ જતાં રસ્તામાં બંને વચ્ચે ઝઘડો થતા માથા-મોઢા પર પથ્થર મારી દીધો
23 ડિસેમ્બરે જ્યોત્સના દિલ્હીથી ટ્રેનમાં કાલુપુર આવી હતી જ્યાં પતિ સુજીત તેને લેવા ગયો હતો. હોટેલમાં રાત રોકાયા બાદ 24 ડિસેમ્બરે તેઓ દહેગામ આવવા નીકળ્યા હતા. રસ્તામાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં જ્યોત્સના કેનાલ પાસે જતી રહેતા પતિએ તેના માથા અને મોંઢાના ભાગે ઉપરાછાપરી પથ્થરો મારી લાશને ત્યાં જ મુકીને તે દહેગામ જતો રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો