તપાસ જારી:આઉટ સોર્સની મહિલા કર્મચારીના કનેક્શનવાળી વધુ એક કંપની હોવાની શંકા

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કથિત કૌભાંડ સામેની તપાસનો રિપોર્ટ ટૂંક સમયમાં સોંપાશે

ગાંધીનગર કોર્પોરેશનના વહીવટી અધિકારી સામેના કથિત ભ્રષ્ટાચારના કેસમાં ડીએમસી દ્વારા ચાલી રહેલી તપાસ પૂર્ણતાના આરે છે. સમગ્ર ઘટનામાં તપાસનો રિપોર્ટ બે-ત્રણ દિવસમાં જ કમિશનરને સોંપાશે. જેમાં સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જશવંત પટેલ દ્વારા કરાયેલી તપાસથી વધુ મુદ્દાઓ સામે આવ્યા છે કે ચેરમેન દ્વારા થયેલી તપાસ જેટલા જ મુદ્દા સામે આવે છે તે જોવાનું રહે છે. ત્યારે આધારભૂત સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આઉટસોર્સની મહિલા કર્મચારીના કનેક્શનવાળી અન્ય એક કંપની પણ સામે આવે તેમ છે.

આઉટસોર્સની મહિલા કર્મચારી તાન્યા ભાર્ગવે MAAJI GROUP નામની કંપની બનાવી હતી. ત્યારે તેના સાથે સંકળાયેલી અન્ય એક કંપની પણ હોવાની શક્યતાઓ જોવાઈ રહી છે. આ બધી બાબતો ડીએમસીની તપાસમાં સામે આવે તેમ છે. સમગ્ર મુદ્દે જૂદી-જુદી એજન્સીઓની સંડોવણી અંગે પણ તપાસ થઈ રહી છે. ત્યારે જો ટેન્ડર્સ લેવા માટે એજન્સીઓ દ્વારા પણ કઈ ખોટું કરાયું હશે તો તંત્ર દ્વારા આ એજન્સીઓને બ્લેકલીસ્ટ કરાય તો નવાઈ નહીં ગણાય.

અન્ય સમાચારો પણ છે...