ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકશાન:કમોસમી વરસાદને કારણે પાક નુકસાનીનો સરવે હાથ ધરાશે- રાઘવજી

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજયમાં ભારે વરસાદ પડતા ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. રાજય સરકાર દ્વારા પાક નુકશાનીને લઇને સર્વે હાથ ધરવામાં આવશે તેવી જાહેરાત રાજયના કૃષિ મંત્રી રાઘવજી પટેલે મંગળવારે વિધાનસભા ગૃહમાં કરી હતી. સરકાર કમોસમી વરસાદ પુરો થઇ જાય પછી સરવે હાથ ધરશે.

આ જાહેરાત સાથે એક બાબત નક્કી થઇ ગઇ છે કે, આગામી દિવસોમાં રાજય સરકાર કમોસમી વરસાદને કારણે જે નુકશાન થયું છે તેનું વળતર આપશે. રાજયમાં સોમવારે ચોમાસા જેવો જ વરસાદ પડતા ખેડૂતોના ઉભા પાકને ભારે નુકશાન થયુ છે. કેટલાક ખેડૂતોએ પાછળથી વાવણી કરી હતી તેમનો પાક લેવાની તૈયારીમાં હતો તેમને વધારે નુકશાન થયું છે. અત્યારે રાજયમાં ખેડૂતોએ ડાંગર,બાજરી,મકાઇ,મગ,અડદ,મગફળી,તલ,ડુંગળી,શેરડી અને શાકભાજીનું વાવેતર કરતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...