ડોર ટુ ડોર સઘન સર્વેલન્સ:જિલ્લામાં સર્વેલન્સમાં 2146 ઘર તેમજ 2599 પાત્રોમાંથી મચ્છરોના પોરા મળ્યા

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
જિલ્લા મેલેરીયાની ટીમ દ્વારા લારવા નાશકની કામગીરી કરવામાં આવી હતી. - Divya Bhaskar
જિલ્લા મેલેરીયાની ટીમ દ્વારા લારવા નાશકની કામગીરી કરવામાં આવી હતી.
  • મનપા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વધુ 762 લોહીના નમૂના લેવામાં આવ્યા

બેકાબુ બનેલા વાહકજન્ય રોગચાળાને નાથવા માટે જિલ્લાના મનપા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ડોર ટુ ડોર સર્વેલન્સ હાથ ધરાયું છે. તેમાં શનિવારે 762 લોહીના નમુના લેવાયા છે. જ્યારે શનિવારે વધુ 2146 ઘર તેમજ 2599 પાત્રોમાંથી મચ્છરોના લારવા મળતા તેનો નાશ કરાયો છે.

વરસાદના વિરામ બાદ વાહકજન્ય રોગચાળો બેકાબુ બને તે પહેલાં જ તેના નિયંત્રણ માટે જિલ્લાના મનપા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ડોર ટુ ડોર સઘન સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે. હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી માટે 790 ટીમોએ કામગીરી કરી હતી. મેલેરીયાની ટીમોએ જિલ્લાના 322776 વસ્તીને આવરી લેતા કુલ 69478 ઘરો તેમજ 173378 પાત્રોની તપાસ કરવામાં આવી હતી. તેમાંથી 2146 ઘરો અને 2599 પાત્રોમાંથી મચ્છરોના લારવા મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત હાઉસ ટુ હાઉસ સર્વેમાં તાવની બિમારીવાળા વધુ 762 લોકોના લોહીના નમુના લેવામાં આવ્યા હતા. સર્વેલન્સની કામગીરી દરમિયાન 4745 મચ્છરની ઉત્પત્તિ સ્થાનોને નાશ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...