નિયમિત રહેવા કડક સુચના:મનપામાં ડેપ્યુટી મેયર દ્વારા દરેક વિભાગમાં સરપ્રાઈઝ ચેકિંગ કરાયું

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ડેપ્યુટી મેયર પ્રેમલસિંહે મનપામાં સરપ્રાઈઝ ચેકિંગ કર્યુ હતું. - Divya Bhaskar
ડેપ્યુટી મેયર પ્રેમલસિંહે મનપામાં સરપ્રાઈઝ ચેકિંગ કર્યુ હતું.
  • ત્રણેય પદાધિકારી મહિનામાં 2 વખત સરપ્રાઈઝ ચેકિંગ કરશે

ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલે ગુરૂવારે દરેક વિભાગમાં સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. નાગરિકો દ્વારા મનપામાં કર્મચારીઓ સમયસર હાજર ન રહેતા હોય અને કામ ન કરતાં હોય તેવી ફરિયાદો મળતા ડેપ્યુટી મેયર તપાસમાં નીકળ્યા હતા. તેઓ દ્વારા અધિકારી-કર્મચારીઓને નિયમિત રહેવા કડક સુચના આપવામાં આવી હતી.

આ અંગે ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલે કહ્યું હતું કે, ‘મનપાના દરેક વિભાગમાં સરપ્રાઈઝ ચેકિંગ કર્યું છે, અમે ત્રણેય પદાધિકારીઓ હવે મહિનામાં બે વખત કોઈપણ સમયે સરપ્રાઈઝ ચેકિંગ કરીશું. જેમાં કોઈ ગેરહાજર જણાશે તો પગલાં લેવાશે. નાગરિકોના પ્રશ્નોનો ત્વરિત નિકાલ થાય તે માટે અધિકારી-કર્મચારીઓનું જગ્યા પર હાજર રહેવું જરૂરી છે.’

ઉલ્લેખનિય છે કે અગાઉ મેયર હિતેશ મકવાણા દ્વારા વિકાસના કામો સહિતના સ્થળોએ મુલાકાત લઈને જરૂરી આદેશો આપ્યા હતા. ચેરમેન જશવંત પટેલ દ્વારા પણ સ્ટોર શાખામાં ચાલતી ગેરરીતિ પકડીને તેમની કામગીરી બતાવાઈ હતી. ત્યારે આ બધા વચ્ચે ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ રહી જતાં તેઓ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરાયું હોવાની ચર્ચા કોર્પોરેશનમાં છે.

અન્ય સમાચારો પણ છે...