તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Surname Of Farmers Who Reached Gandhinagar With Demand To Release Water In Canal, Release Of Water In North Gujarat Canal Has Been Stopped From June 30.

રજૂઆત:કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ગાંધીનગર પહોંચેલા ખેડૂતોની અટક, 30 જૂનથી ઉત્તર ગુજરાતની કેનાલમાં પાણી છોડવાનું બંધ છે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં વરસાદ ખેંચાઈ જતાં ઉત્તર ગુજરાતના ખેડૂતો કેનાલમાં પાણી છોડવાની માગણી સાથે ગાંધીનગર પહોંચ્યા હતા. રાજ્ય સરકારે 30 જૂનથી ઉત્તર ગુજરાતની કેનાલમાં પાણી છોડવાનું બંધ કરતાં તેમને સિંચાઈ માટે પાણી મળતું નથી. ખેડૂતોએ અગાઉના વરસાદમાં વાવેતર કરી દીધું હતું, પણ હવે વરસાદ ખેંચાતા તેમનું વાવેતર નાશ પામે તેવી સ્થિતિ છે. સોમવારે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવા સચિવાલય પહોંચ્યા હતા. બનાસકાંઠાના ખેડૂતોએ સચિવાલય ખાતે આવીને વાવેતર બચાવવા માટે સૂજલામ સૂફલામ કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી માગણી સાથે ગાંધીનગર ભણી કૂચ કરી હતી, પણ સરકારી આદેશને કારણે આ ખેડૂતોને સચિવાલયમાં પ્રવેશતા અટકાવીને પોલીસે અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...