તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લૂંટ:ઝુંડાલ કેનાલ પાસે સુરતના વેપારીને કેફી પદાર્થ સુંઘાડી ગઠિયો 2.66 લાખની મતા લઈ પલાયન

ગાંધીનગર21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બેભાન થયેલો સુરતનો યુવક 16 કલાકે ભાનમાં આવ્યો, અડાલજમાં ફરિયાદ
 • યુવક કામરેજથી હિંમતનગર જતી બસમાં બહેનના ઘરે વૈષ્ણોદેવી આવવા બેઠો હતો

ગાંધીનગર તાલુકાના ઝુંડાલ કેનાલ પાસે સુરતના વેપારી સાથે 2.66 લાખની મત્તાની લૂંટ થઈ હોવાનુું સામે આવ્યું છે. સુરતથી બસમાં બેઠેલા યુવકની પાસે અન્ય શખ્સ બેઠો હતો. થોડી વાતચીત બાદ સુઈ ગયેલો યુવક 16 કલાકે ભાનમાં આવ્યો ત્યારે વૈષ્ણોદેવી ખાતે બહેનના ઘરે હતા. તે સમયે તેને જોયું ત્યારે તેની પાસે રહેલાં સોનાના દાગીના અને રોકડા મળી 2.66 લાખની મત્તા ગુમ હતી. જે અંગે યુવકે ઘટનાના 19 દિવસ પછી સમગ્ર મુદ્દે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં કેફી પ્રદાર્થ સુઘાડીને તેને બેભાન કરાયો હોવાની શંકા વ્યક્ત કરાઈ છે.

સુરત કતારગામ ખાતે રહેતાં દિનેશભાઈ હિંમતભાઈ ચલોડીયા (31 વર્ષ)એ આ અંગે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ યુવક કતારગામ જીઆઈડીસીમાં ટેક્સટાઈલનો ધંધો કરે છે. ફરિયાદ મુજબ ઘટના 26 જાન્યુઆરીના રોજની છે. તે સમયે રાત્રીના સાડા બાર વાગ્યે યુવક કામરેજથી હિંમતનગર જતી બસમાં બહેનના ઘરે વૈષ્ણોદેવી આવવા બેઠો હતો.

આ સમયે યુવક સાથે બીજો માણસ પણ બેઠો હતો, જેની સાથે યુવકે અંકલેશ્વર સુધી ઔપચારિક વાતો કરી હતી. જે બાદ યુવક સુઈ ગયો હતો અને સાંજના સાડા પાંચે વાગ્યે યુવક ભાનમાં આવ્યો હતો. યુવક ઉઠ્યો ત્યારે તે પોતાની બહેનના ઘરે વૈષ્ણોદેવીમાં હતા. યુવના બંને હાથમાં ઈજા અને માથું ભારે હતું, જે અંગે યુવકે પૂછતાં બહેને જણાવ્યું હતું કે, એક રીક્ષાવાળા ભાઈ તે ઝુંડાલ નર્મદા કેનાલ પાસે ઊંધો પડેલો મળ્યો હતો. જે તેને વૈષ્ણોદેવી સર્કલ પાસે લાવ્યા હતા.

યુવકે જોયું તો તેણે પહેરેલી 40 હજારની કિંમતની બે વીંટી, 75 હજારની ગળામાં પહેરેલ સોનાની માળા, 1.50 લાખની સોની બીજી ચેન, ખીસ્સામાં પડેલાં 1100 રૂપિયા રોકડા ગુમ હતા. આ બનાવથી આ વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.હાલ આ અંગે પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

યુવકના બંને હાથે ફ્રેક્ચર નીકળ્યું
તે સમયે યુવક બહેન સાથે અડાલજ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો પરંતુ તેને બરાબર ભાન ન હતું અને ચક્કર આવતા હતા તેને પગલે તે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા માટે ગયો હતો. ત્યારે યુવકને બંને હાથ ફ્રેક્ચર થયું હોવાનું સામે આવતા ઓપરેશન કરાયું હતું. બહેનના ઘરે સંપૂર્ણ આરામ કર્યા બાદ સ્વસ્થ્ય થયેલા યુવકે સમગ્ર મુદ્દે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો