તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્કૂલોમાં વેકેશન:રાજ્યની સ્કૂલોમાં આજથી ઉનાળુ વેકેશન, 6 જુન પછી કોરોનાની સ્થિતિની સમીક્ષા કરીને નવા સત્રની શરૂઆત કરાશે

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • ધોરણ 9 અને 11ના જે વિદ્યાર્થીઓની પ્રથમ કસોટી અને આંતરિક મૂલ્યાંકન બાકી હોય તેમની પરીક્ષા જુનમાં ફરીવાર લેવાશે
  • ધોરણ 9 અને 11માં પ્રથમ કસોટીના 50 અને આંતરિક મુલ્યાંકનના 20 ગુણ મળી 70 ગુણના આધારે વિદ્યાર્થીના પરિણામ જાહેર કરાશે

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં આજથી ઉનાળુ વેકેશન આપ્યું છે. 35 દિવસનું ઉનાળું વેકેશન 6 જૂન સુધી રહેશે ત્યાર બાદ કોરોનાની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરીને નવા સત્રની શરૂઆત કરવામાં આવશે. તે ઉપરાંત સ્કૂલોએ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અંગેના પરિણામ તૈયાર કરીને મોકલવાની કામગીરી પણ શરૂ કરી દીધી છે.

કોરોનાની સ્થિતિની સમિક્ષા કરીને નવું સત્ર શરુ કરાશે
કોરોનાના કારણે વિદ્યાર્થીઓને વેકેશન મળ્યું ના હોવાને કારણે આ વખતે વહેલું વેકેશન આપવાની પણ માંગણી થઈ હતી. જેથી શિક્ષણ વિભાગ દ્વારા એકેડેમિક કેલેન્ડરમાં ફેરફાર કરી વેકેશન બાદ સ્કૂલોમાં નવા સત્રનો પ્રારંભ કરવાની જાહેરાત કરી છે.આ વખતે કોરોનાની સ્થિતિને કારણે એપ્રિલ માસમા સ્કૂલો શરુ કરવી શક્ય ના હોવાથી રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ઉનાળુ વેકેશન પૂર્ણ થયા બાદ નવું શૈક્ષણિક વર્ષ 2020-21 શરુ કરવાનો નિર્ણય લીધો હતો. 6 જુન સુધી સ્કૂલોમાં ઉનાળુ વેકેશન રહેશે. ત્યાર બાદ સાતમી જૂનથી કોરોનાની સ્થિતિની સમિક્ષા કરીને નવું સત્ર શરુ કરવાની તૈયારી કરાશે.

6 જુન સુધી સ્કૂલોમાં ઉનાળુ વેકેશન રહેશે ( ફાઈલ ફોટો)
6 જુન સુધી સ્કૂલોમાં ઉનાળુ વેકેશન રહેશે ( ફાઈલ ફોટો)

ધોરણ.9 અને 11ની પરીક્ષા જૂનમાં લેવાઈ શકે
રાજ્ય સરકાર દ્વારા ધોરણ 9 અને 11માં પ્રથમ કસોટી ના આપી હોય તેવા વિદ્યાર્થીઓની ફરીવાર કસોટી યોજ્યા બાદ જ પ્રમોશન આપવા અંગેની જાહેરાત બાદ પરીક્ષાને લઈને તૈયારીઓ શરુ કરવામાં આવી છે. આ દરમિયાન વેકેશન ચાલુ થઈ રહ્યું હોવાથી તેમજ કોરોનાની પરિસ્થિતિને જોતા હાલના તબક્કે પરીક્ષા યોજી શકાય તેમ ના હોવાથી આ પરીક્ષા જુન મહિનામાં બોર્ડની પરીક્ષા બાદ યોજાય તેવી શક્યતાઓ છે.

કુલ 70 ગુણના આધારે પરિણામ જાહેર કરાશે
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ બોર્ડ દ્વારા ધોરણ 9 અને 11માં માસ પ્રમોશન આપવા માટેની માર્ગદર્શિકા જાહેર કરાઈ હતી. જેમાં પ્રથમ કસોટીના 50 અને આંતરિક મુલ્યાંકનના 20 ગુણ મળી 70 ગુણના આધારે વિદ્યાર્થીના પરિણામ જાહેર કરવા માટે આદેશ અપાયો હતો.

શિક્ષણ વિભાગે ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને પ્રમોશન આપવાની જાહેરાત કરી હતી
શિક્ષણ વિભાગે ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને પ્રમોશન આપવાની જાહેરાત કરી હતી

પરીક્ષા લઈને વિદ્યાર્થીઓને પ્રમોશન અપાશે
કેટલાક વિદ્યાર્થીઓએ પ્રથમ કસોટી આપી ના હોય તેમના માટે શું કાર્યવાહી કરવી તે અંગે બોર્ડ સમક્ષ માર્ગદર્શન માંગવામાં આવતા બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને પ્રથમ કસોટી આપી ના હોય તેમની ફરીવાર પરીક્ષા લઈને તેમને માસ પ્રમોશન આપીને આગળના ધોરણમાં લઈ જવાના રહેશે. આ જ રીતે આંતરિક મુલ્યાંકન પણ બાકી હોય તો તેની પરીક્ષા પણ ફરીવાર લેવાની રહેશે. ત્યાર બાદ જ પરિણામ જાહેર કરવાનું રહેશે.

50 લાખથી વધુ વિદ્યાર્થીઓને માસ પ્રમોશ
કેન્દ્ર સરકારના પગલે ગુજરાત સરકારે પણ ધો.1થી9 અને 11ના 50 લાખથી વધુ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે માધ્યમિક અને ઉ.મા.શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10-12ની પરીક્ષાનું તા.10થી 25 મે દરમિયાન આયોજન કર્યું હતું. જે નિર્ધારીત સમયે લેવાશે એવી મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી પણ સ્થિતિ વકરતા બોર્ડની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે.

કોરોનાની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરીને નવા સત્રની શરૂઆત કરવામાં આવશે
કોરોનાની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરીને નવા સત્રની શરૂઆત કરવામાં આવશે

કોરોના ડ્યૂટી નથી તેવા શિક્ષકોને શાળાએ જવાથી મૂક્તિ
આ ઠરાવમાં આગળ કહેવાયું છે કે, કોરોના વાયરસના સંક્રમણથી ઉત્પન્ન થયેલી વૈશ્વિક મહામારીને નિયંત્રિત કરવા રાજ્ય સરકાર તથા સ્થાનિક તંત્ર દ્વારા રાજ્યની સરકારી અને ખાનગી, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારી/અધિકારીઓ પૈકી જે કર્મચારી/અધિકારીઓને કોઈ કામગીરી સોંપવામાં આવેલી નથી તેમને શાળામાં આવવાનું રહેશે નહીં. પરંતુ જે સ્ટાફને કામગીરી સોંપવામાં આવેલી છે તેમને રાજ્ય સરકાર અથવા સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. સાથે જ ખાનગી સ્કૂલોના શિક્ષણો તથા સ્ટાફને પણ સ્કૂલે જવાથી મુક્તિ આપવામાં આવી છે. શાળાઓએ નવા શૈક્ષણિક વર્ષ દરમિયાન શૈક્ષણિક કેલેન્ડરનું પાલન કરવાનું રહેશે તેવી તાકીદ શિક્ષણ વિભાગે કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો