તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા:ચિલોડામાં બાવળ સાથે દોરી વડે ફાંસો ખાઇ યુવાનનો આપઘાત, લાશ પાસેથી યુવતી સાથેના ફોટો મળી આવ્યો

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લાશ કોલ્ડ સ્ટોરેજમાં મૂકી યુવકની માતા,બહેનની તપાસ હાથ ધરાઈ

ગાંધીનગર મોટા ચિલોડા ખાતે છાપરામાં રહેતા 25 વર્ષીય શ્રમિક યુવકે બાવળના ઝાડ પર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે હાલ યુવકની લાશને કોલ્ડ સ્ટોરેજમાં મૂકીને અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે.

મૂળ બનાસકાંઠાનો અશ્વિન પુંજાભાઈ ગરાસીયા મોટા ચિલોડા સુરમ્ય બંગલો પાસેના કાચા છાપરામાં રહેતો હતો. તેના પરિવારમાં માતા અને બહેન છે, અશ્વિન અગાઉ ચિલોડા ખાતે સાંઈ રેસિડેન્સીમાં મજૂરી કામ કરતો હતો. જોકે દારૂ પીવાની ટેવને પગલે સાઈટ પર થતી માથાકૂટથી તેને છૂટો કરી દેવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી બેકાર અશ્વિને શનિવારે સવારે સુરમ્ય બંગલોની પાછળ આવેલી ઝાડીમાં આપઘાત કરી લીધો હતો. યુવકની લાશ પાસેથી તેની કોઈ યુવતી સાથેના ફોટો મળી આવ્યા હતા.

ઘટનાને પગલે ચિલોડા પોલીસના હેડ કોન્સ્ટેબલ મોહનભાઈ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. યુવકે કયા કારણોસર આપઘાત કર્યો છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. કારણ કે યુવકની માતા અને બહેર છેલ્લા કેટલાક દિવસથી ક્યાંક બીજે જતાં રહ્યાં છે. ચિલોડા પોલીસ હાલ યુવકની માતા અને બહેનની શોધખોળ આદરી છે. જેઓના મળ્યા પછી યુવક પાસે મળી આવેલા ફોટો કોના છે અને તેણે કયા કારણોસર આપઘાત કર્યો છે તે સામે આવે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો